ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની ગ્રાન્ટમાંથી સિહોર તાલુકામાં 30 લાખના વિકાસકાર્યોનું લોકાર્પણ
સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના અને વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંતર્ગત વિકાસ કામોની સિહોરવાસીઓને સુવિધાલક્ષી ભેટ
સિહોર તાલુકાના સોનગઢ ગામે પીએચસીમાં એમ્બ્યુલન્સનું, ટોડી ગામે કોમ્યુનિટી હોલનું અને પીપળીયા ગામે આંબેડકર ભવનનું લોકાર્પણ કરાયું
Posted On:
01 SEP 2025 12:51PM by PIB Ahmedabad
સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે સિહોર તાલુકાના સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના (MPLADS) અને વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંતર્ગત વિવિધ લોકાર્પણ કરવામાં આવ્યા હતા.

સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રીએ સિહોર નગરપાલિકા માટે 20 લાખના ખર્ચે એમ્બ્યુલન્સ, 5 લાખના ખર્ચે સિહોર તાલુકાના સોનગઢ ગામે પીએચસીમાં એમ્બ્યુલન્સનું લોકાર્પણ તેમજ 5 લાખના ખર્ચે સિહોર તાલુકાના પીપળીયા ગામે આંબેડકર ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

રાજ્યમંત્રી શ્રી દ્વારા આજરોજ 30 લાખના વિકાસલક્ષી કામોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા.

આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મિયાણી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી લીલાબેન મકવાણા, પ્રાંત અધિકારીશ્રી, આગેવાન શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, શ્રી ભરતભાઈ મેર, શ્રી રાજુભાઈ ફાળકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2162598)
Visitor Counter : 2