સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કે પૂર્ણ કર્યા 7 વર્ષ, દૂરના વિસ્તારોમાં ડિજિટલ અને કેશલેસ બેંકિંગને પ્રોત્સાહન આપ્યું – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવ


ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક દ્વારા માત્ર ₹149 માં ‘પ્રીમિયમ આરોગ્ય બચત ખાતા’ની શરૂઆત – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે વધુમાં વધુ લોકોને જોડાવા કરી અપીલ

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક દ્વારા, પોસ્ટમેન આજે મોબાઇલ બેંક તરીકે કામ કરી રહ્યો છે - પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ

Posted On: 01 SEP 2025 7:12PM by PIB Ahmedabad

ડાક વિભાગના ઉપક્રમ રૂપે સ્થાપિત ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કે પોતાના આઠમા સ્થાપના દિવસે આપકા બેંક, આપકે દ્વાર ની કલ્પનાને સાકાર કરતાં નાણાકીય સમાવેશ અનેડિજિટલ ઇન્ડિયા મિશનને નવી ગતિ આપવાનો સંકલ્પ પુનરાવર્તિત કર્યો. અવસરે ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે છેલ્લા સાત વર્ષોમાં આઈ.પી.પી.બી. ગ્રામીણ ભારત સુધી બેન્કિંગ સેવાઓ પહોંચાડવામાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. આઈ.પી.પી.બી.નો હેતુ દરેક ભારતીયને ડિજિટલ રીતે સશક્ત બનાવવો અને આર્થિક સ્વતંત્રતા તરફ આગળ ધપાવવાનો છે. સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવામાં બેન્ક એક અસરકારક માધ્યમ બની ગયું છે. 1 સપ્ટેમ્બર, 2018ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવ્યાપી શુભારંભ સાથે સ્થાપિત આઈ.પી.પી.બી. આજે મજબૂત આધાર ઊભો કર્યો છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં 18 લાખથી વધુ આઈ.પી.પી.બી. ખાતાઓ સંચાલિત થઈ રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ઉત્તર ગુજરાતમાં આઈ.પી.પી.બી. દ્વારા અત્યાર સુધી 2.41 લાખથી વધુ લોકોનું સામાન્ય સુરક્ષા વીમો, સી..એલ.સી. હેઠળ 6.44 લાખ લોકોનું ઘર બેઠા મોબાઇલ અપડેટ, 55 હજારથી વધુ બાળકોનું ઘર બેઠા આધાર નોંધણી કરવામાં આવ્યું છે. તદુપરાંત 94 હજારથી વધુ લોકોને 54 કરોડ રૂપિયાની ડી.બી.ટી. ચુકવણી કરવામાં આવી છે. આઈ.પી.પી.બી.ના ગ્રાહકોમાં 48 ટકા મહિલાઓ છે, જે નારી સશક્તિકરણમાં બેન્કની મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવે છે.

ક્ષેત્રીય કાર્યાલય ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કની નવી પહેલની પ્રશંસા કરતાં પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે આઈ.પી.પી.બી. લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને માત્ર ₹149 માં પ્રીમિયમ આરોગ્ય બચત ખાતાની શરૂઆત કરી છે. ખાતું માત્ર તેમની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરતું નથી, પરંતુ તેમની આરોગ્ય સંબંધિત જરૂરિયાતોનું પણ ધ્યાન રાખે છે. ખાતું વાસ્તવમાં બેન્કિંગ અને આરોગ્ય સંભાળનો એક સંકલિત ઉકેલ છે, જે ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. ખાતાના મુખ્ય ફાયદાઓમાં સામેલ છે: અમર્યાદિત ઑનલાઇન ડૉક્ટર પરામર્શ, દવાઓ અને ડાયગ્નોસ્ટિક ટેસ્ટ પર છૂટ, મફત ડોરસ્ટેપ બેન્કિંગ અને પ્રાથમિક ડિજિટલ બેન્કિંગ સુવિધાઓ. ખાતું ખાસ કરીને તેવા લોકો માટે લાભદાયક છે, જે બચત સાથે પ્રિવેન્ટિવ હેલ્થકેરનો લાભ પણ મેળવવા ઈચ્છે છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કે પોતાની સાત વર્ષની સફરમાં પેપરલેસ, કેશલેસ અને પ્રેઝન્ટલેસ બેન્કિંગની કલ્પનાને ઘર-ઘર સુધી પહોંચાડીને સામાન્ય જનતાને સરળ, સુરક્ષિત અને સુલભ બેન્કિંગ સેવાઓ પૂરી પાડી છે. આઈ.પી.પી.બી. ગ્રામ્ય ભારતની બેન્કિંગ વ્યવસ્થા પૂર્ણતઃ બદલાવી નાખી છે. આઈ.પી.પી.બી.ના માધ્યમથી આજે પોસ્ટમેન અને ગ્રામિણ ડાક સેવક એક હરતું-ફરતું બેન્ક બની સેવા આપી રહ્યા છે.સી..એલ.સી. દ્વારા ઘર બેઠા બાળકોની આધાર નોંધણી, મોબાઇલ અપડેશન, ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ, ડી.બી.ટી. ચુકવણી, બિલ પેમેન્ટ, એઈ..પી.એસ. દ્વારા બેન્ક ખાતામાંથી સીધી લેવડ-દેવડ, વાહન વીમા, આરોગ્ય વીમા અને અકસ્માત વીમા, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના જેવી યોજનાઓની સુવિધા આઈ.પી.પી.બી દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. ઉપરાંત, આઈ.પી.પી.બી.માં એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો પોતાના પોસ્ટઓફિસ ખાતા જેમ કે સુકન્યા સમૃદ્ધિ યોજના, આર.ડી., પી.પી.એફ. અને પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સમાં પણ ઑનલાઇન જમા કરી શકે છે. શ્રી યાદવે ઉમેર્યું કે આઈ.પી.પી.બી. તે તમામ લોકોના જીવનને ઉત્તમ બનાવવા માટે પ્રતિબદ્ધ છે, જેમને વીમા તથા અન્ય નાણાકીય સેવાઓ સુધી સરળ પહોંચ ઉપલબ્ધ નથી.

આઈ.પી.પી.બી.ના ચીફ મેનેજર શ્રી અભિજીત ઝિભકાટે જણાવ્યું કે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં ત્રણ દિવસીય અભિયાન ચલાવી લોકોને જનરલ ઇન્શ્યોરન્સ (જીઆઇ) અંગે જાગૃત કરવામાં આવ્યા. અભિયાન દરમિયાન 6,200 થી વધુ નવી જીઆઇ પોલિસી જારી કરીને નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી.

સહાયક નિર્દેશક શ્રી રિતુલ ગાંધીએ જણાવ્યું કે આઈ.પી.પી.બી. પોતાના વિશાળ નેટવર્ક અને ડાક વિભાગની મજબૂત રચનાના માધ્યમથી નાણાકીય સમાવેશને વાસ્તવિકતા બનાવી છે.

 


(Release ID: 2162844) Visitor Counter : 2
Read this release in: English