શ્રમ અને રોજગાર મંત્રાલય
કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા (EPFO), પ્રાદેશિક કચેરી દ્વારા “પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના” વિષયક સેમિનારનું આયોજન
Posted On:
04 SEP 2025 3:02PM by PIB Ahmedabad
કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા (EPFO), પ્રાદેશિક કચેરી, નરોડા દ્વારા “પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના” વિષયક સેમિનારનું આયોજન સુઝુકી મોટર ગુજરાત પ્રા. લિ., હંસલપુર, બેચરાજી, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.

આ સેમિનારની અધ્યક્ષતા ગુજરાતના એડિશનલ કેન્દ્રીય ભવિષ્ય નિધિ કમિશ્નર, શ્રી સુદીપ્તા ઘોષે કરી હતી. શ્રી યોગેશ કુમાર, પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશ્નર–I (નરોડા), આ સેમિનારમાં વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થાત રહ્યા હતા. કાર્યક્રમમાં 50 થી વધુ સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા સુઝુકી મોટર ગુજરાત પ્રા. લિ. ના વરિષ્ઠ અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સ્વાગત પ્રવચનમાં શ્રી વિકાસ શિર્ખે, હેડ – એચ.આર. એન્ડ એડમિન, સુઝુકી મોટર ગુજરાત પ્રા. લિ. એ યોજનાનું ઔદ્યોગિક ક્ષેત્ર માટેનું મહત્વ વિશદ કર્યું અને તમામ ઉપસ્થિતોને તેની વિગતો જાણી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

નરોડા ખાતેની પ્રાદેશિક કચેરી, પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશ્નર–I શ્રી યોગેશ કુમારે નિયોંકો અને કર્મચારીઓને મળનારા પ્રોત્સાહનોનું વિસ્તૃત વર્ણન કર્યું અને યોજનાને વિકસિત ભારતના મહત્વાકાંક્ષી વિઝન માટે પ્રેરક ગણાવી હતી.
કાર્યક્રમમાં ગુજરાતના એડિશનલ કેન્દ્રીય ભવિષ્ય નિધિ કમિશ્નર શ્રી સુદીપ્તા ઘોષ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના નિયોંકોને નવી રોજગારીની તકો સર્જવા પ્રોત્સાહન આપે છે તેમજ પ્રથમ વખત કામે લાગતા કર્મચારીઓને લાભ આપે છે. તેમણે તમામ ઉપસ્થિતોને વહેલી તકે યોજનામાં નોંધણી કરવા અનુરોધ કર્યો હતો.
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2163677)
Visitor Counter : 2