માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

શ્રી પ્રશાંત પાઠરાબેએ આજે પીઆઈબી, અમદાવાદનો કાર્યભાર સંભાળ્યો

Posted On: 04 SEP 2025 3:19PM by PIB Ahmedabad

શ્રી પ્રશાંત પાઠરાબે, 1993 બેચનાં ભારતીય માહિતી સેવાનાં અધિકારી છે. જેમણે માહિતી પ્રસારણ મંત્રાલય હેઠળનાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવી છે. તેમની પ્રથમ નિમણૂંક DD ન્યૂઝ મુંબઈમાં સહાયક નિયામક તરીકે હતી. તેમણે ઓલ ઈન્ડિયા રેડિયો, મુંબઈ, પીઆઈબી, પુણે અને સેનાના સધર્ન કમાન્ડના પ્રવક્તા તરીકે સેવા આપી છે.

તેઓ પુણેના નેશનલ ફિલ્મ આર્કાઇવ ઓફ ઇન્ડિયા (NFAI) અને ફિલ્મ્સ ડીવીઝનમાં ડિરેક્ટર તરીકે તેમજ  ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII), પુણેના ડિરેક્ટર તરીકે પણ કાર્યભાર સંભાળ્યો છે. તેઓ અપર મહાનિદેશક (ADG) તરીકે મધ્યપ્રદેશ અને છતીસગઢની જવાબદારી સંભાળતા હતા. ત્યાંથી સ્થાનાંતર થતા તેઓએ આજથી ADG, પીઆઈબી, અમદાવાદમાં કાર્યભાર સંભાળ્યો છે. શ્રી પાઠરાબે 1990માં અમદાવાદના IIMમાંથી MBA કર્યું છે અને તેઓ ભારતીય માહિતી સેવામાં 30થી વધુ વર્ષથી સેવા આપી રહ્યા છે.

SM/IJ/GP/JD


(Release ID: 2163686) Visitor Counter : 2
Read this release in: English