માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલયમાં તૃતીય સોપાન સ્કાઉટ શિબિરના સફળ આયોજનનો શુભારંભ

प्रविष्टि तिथि: 08 SEP 2025 1:55PM by PIB Ahmedabad

પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ છાવણીમાં સ્કાઉટનું તૃતીય સોપાન શિબિર આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 08/09/2025 થી 10/09/2025 સુધી ચાલનારા ત્રણ દિવસના આ કાર્યક્રમમાં અમદાવાદ વિભાગમાંથી 33 શાળાઓના 200 સ્કાઉટ્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમનો શુભારંભ અમદાવાદ વિભાગના ઉપાયુક્ત શ્રી ધર્મેન્દ્ર પટેલ દ્વારા દીપપ્રજ્વલન અને માતા સરસ્વતી તથા શ્રી બેડન પોવેલની તસ્વીર પર માલ્યાર્પણ સાથે કરવામાં આવ્યો હતો. તેમણે તૃતીય સોપાન પરિક્ષણ હેઠળ આવનારા વિવિધ પાસાંઓ વિશે માહિત આપી હતી અને જણાવ્યું કે સ્કાઉટ દેશપ્રેમની ભાવનાને જાગૃત કરે છે અને સમાજ તેમજ સંસ્કૃતિ સાથે જોડાવાની તક આપે છે.

પ્રાચાર્ય શ્રી સચિન કુમારસિંહ રાઠૌરે તેમના સંબોધનમાં જણાવ્યું કે સ્કાઉટ વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક રીતે વિકસિત કરે છે અને તેમને સારા નાગરિક બનવામાં સહાય કરે છે. તૃતીય સોપાન શિબિર કાર્યક્રમમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને આભાર જ્ઞાપન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2164590) आगंतुक पटल : 30