માહિતી અને પ્રસારણ મંત્રાલય
વિશ્વ પ્રસિદ્ધ અંબાજી ભાદરવી પૂનમનાં મેળામાં કેન્દ્રીય સંચાર સંચાર બ્યૂરો, પાલનપુર દ્વારા આયોજીત મલ્ટિમિડીયા પ્રદર્શનનું સફળતા પૂર્વક સમાપન
"વિકસિત ભારતનો અમૃતકાળ સેવા, સેવા સુશાસન અને ગરીબ કલ્યાણનાં 11 વર્ષ" અંતગર્ત અંબાજી મેળામાં આયોજીત પાંચ દિવસીય મલ્ટીમીડિયા પ્રદર્શનની લાખો શ્રદ્ધાળુઓએ મુલાકાત લીઘી.
ભારત સરકારની સિદ્ધિ સમાન અનેક યોજનાઓની માહિતી એક સ્થળેથી અનેકો સુધી પહોંચાડવા માટેનો સફળ પ્રયાસ
Posted On:
08 SEP 2025 3:39PM by PIB Ahmedabad
અંબાજી ખાતે વિશ્વ પ્રસિદ્ધ ભાદરવી પૂનમનાં મહામેળામાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કેન્દ્રીય સંચાર બ્યૂરો, પાલનપુર દ્વારા ICOP પાંચ દિવસીય કાર્યક્રમમાં મલ્ટિમિડીયા ફોટો પ્રદર્શન અંતર્ગત વર્ચ્યુઅલ રિયાલિટી, ટચ ડિસપ્લે કિયોસ્ક , સેલ્ફી ફોટો બુથ, સિગ્નેચર બોર્ડ , ફિલ્મ પ્રદર્શન , મનોરંજક જનજાગૃતિ સંદેશાઓ આપતી નાટ્ય પ્રસ્તુતિ સાથે યોજનાકીય જાણકારી આપતા સાહિત્યસભર સ્ટોલ્સ સાથે જિલ્લા તંત્રના વિવિધ વિભાગોના સહયોગથી આકર્ષક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેળામાં આવનાર શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક ભાગીદારી નોંધાવી હતી.

અંબાજી ખાતે ભાદરવી પૂનમનાં મેળામાં આયોજિત આ મલ્ટિમીડિયા પ્રદર્શનના માધ્યમથી ભારત સરકારની વિવિધ સિદ્ધિઓ કે જેનો ઉદેશ્ય ગરીબ અને છેવાડાના નાગરિકોની સેવા કરવાનો છે. જેમાં ખેડૂત કલ્યાણ , નારી શક્તિ માટે નવી દિશા , ભારતની અમૃત પેઢીનું સશક્તિકરણ, મધ્યમ વર્ગ માટે ઇઝ ઓફ લિવિંગ, સુલભ અને સસ્તી સ્વાસ્થ્ય સંભાળ, ઈઝ ઓફ ડુઈંગ વેપાર ધંધાની સરળતા, પર્યાવરણ અને સ્થિરતા અને ભારતને એક વૈશ્વિક આર્થિક સત્તા બનાવવા રાષ્ટ્રીય સુરક્ષા તેમજ રાષ્ટ્ર પ્રથમ વિદેશ નીતિ દ્વારા દેશના સર્વાંગી વિકાસ માટેની યોજનાઓ તેમજ નીતિઓની જાણકારી નાગરિકોને પહોંચાડવામાં આવી હતી. આ ઉપરાંત "સ્વચ્છ ભારત અભિયાન " અંતર્ગત સ્વચ્છતા પ્રવૃતિઓ તેમજ એક પેડ મા કે નામ અંતર્ગત વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય સંચાર બ્યૂરો, પાલનપુર દ્વારા આયોજીત આ પાંચ દિવસીય આ કાર્યક્રમમાં મેળામાં આવતા શ્રદ્ધાળુઓને મનોરંજન સાથે માહિતીસભર પ્રવૃતિઓ જેવી કે લાઇવ ગેમ્સ, પ્રશ્નોતરી સ્પર્ધાઓ, પોષણ અભિયાનની કિશોરી તેમજ બાળ શિક્ષણની સ્પર્ધાઓ, એકપાત્રીય અભિનય, ગીત સ્પર્ધાઓ, વક્તૃત્વ સ્પર્ધાઓ તેમજ નિષ્ણાતો દ્વારા યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી. સાથે કાર્યક્રમમાં જિલ્લા સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા પોષણ અભિયાન અંતગર્ત પાંચ દિવસ વિવિધ સ્ટોલ તેમજ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા તેમજ તાલુકા શિક્ષણ અધિકારી, દાંતા, બનાસકાંઠા દ્વારા પાંચ દિવસ દરમ્યાન સ્ટોલ્સ તેમજ વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા સમાજ સુરક્ષા તેમજ સમાજ કલ્યાણ વિભાગ , પોસ્ટ વિભાગ , બનાસકાંઠા દ્વારા પણ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું .

કાર્યક્રમનાં સમાપન સમારોહમાં વિભાગ વતી કેન્દ્રીય સંચાર બ્યૂરો, પાલનપુરનાં અધિકારી શ્રી જે.ડી.ચૌધરી દ્વારા તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ , બનાસકાંઠાનાં પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જર દ્વારા કાર્યક્રમમાં સહયોગી વિભાગોનું સન્માન કરવામાં આવ્યું હતું.
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2164641)
Visitor Counter : 2