રેલવે મંત્રાલય
એનએચએસઆરસીએલએ મહારાષ્ટ્રમાં મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ટ્રેક સંબંધિત કામ માટે કરાર કર્યો
Posted On:
11 SEP 2025 5:00PM by PIB Ahmedabad
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે આજે એમ/એસ લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ સાથે મહારાષ્ટ્ર રાજ્યમાં ‘ડબલ લાઇન હાઇ સ્પીડ રેલવે’ માટે ટ્રેક અને ટ્રેક સંબંધિત કાર્યોના ડિઝાઇન, સપ્લાય અને કન્સ્ટ્રક્શન સહિત ટેસ્ટિંગ અને કમિશનિંગ માટે કરાર કર્યો છે. અંદાજે 157 રૂટ કિ.મી.ના એલાઇનમેન્ટમાં મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશનથી લઈને મહારાષ્ટ્ર–ગુજરાત સીમા પાસે આવેલા ઝરોલી ગામ સુધીનો સમગ્ર એલાઇનમેન્ટ આવરી લેવાયો છે, જેમાં ચાર (04) સ્ટેશનો તથા થાણે ખાતેના રોલિંગ સ્ટોક ડેપો માટેના ટ્રેક કાર્યોનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતમાં ટ્રેક કન્સ્ટ્રક્શનનું કામ (પેકેજ ટી-2 અને ટી-3 હેઠળ) 200 કિ.મી.થી વધુ વિયાડક્ટ પર ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. ટ્રેક કન્સ્ટ્રક્શન સંબંધિત તમામ ત્રણ પેકેજો ભારતીય કંપનીઓને આપવામાં આવ્યા છે, જેના કારણે હાઇ સ્પીડ રેલ ટ્રેક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીમાં ભારતની કુલ નિષ્ણાતી અને જ્ઞાનમાં વધારો થયો છે.

જાપાનીઝ હાઇ સ્પીડ રેલ (શિંકાન્સેન)માં ઉપયોગમાં લેવાતી બેલેસ્ટ-લેસ સ્લેબ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ ભારતની પ્રથમ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ (એમએએચએસઆર) માટે કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેક સિસ્ટમમાં મુખ્ય ચાર ઘટકોનો સમાવેશ થાય છે – આર.સી. ટ્રેક બેડ, સિમેન્ટ આસ્ફાલ્ટ મોર્ટાર (સીએએમ), પ્રી-કાસ્ટ ટ્રેક સ્લેબ અને ફાસ્ટનર્સ સાથેની રેલ્સ.
8I7V.jpg)
એનએચએસઆરસીએલ સાથેના એક સમજૂતી કરાર એમ.ઓ.યુ. હેઠળ, જાપાન રેલવે ટેક્નિકલ સર્વિસ (જાર્ટ્સ) દ્વારા ભારતીય ઈજનેરો, વર્ક લીડર્સ, સુપરવાઈઝર્સ અને ટેક્નીશિયનો માટે વ્યાપક તાલીમ અને પ્રમાણપત્ર કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. 15 વિશિષ્ટ મોડ્યુલોને આવરી લેતા આ કાર્યક્રમોમાં ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ, આર.સી. ટ્રેક બેડ કન્સ્ટ્રક્શન, સ્લેબ ટ્રેક ઇન્સ્ટોલેશન અને સીએએમ ઇન્સ્ટોલેશન જેવા મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ગુજરાતના ટી-2 અને ટી-3 પેકેજ હેઠળ અંદાજે 436 ઈજનેરોને આ અદ્યતન તકનીકોમાં પહેલેથી જ તાલીમ આપવામાં આવી ચૂકી છે. મહારાષ્ટ્રમાં ટ્રેક વર્ક શરૂ થાય તે પહેલાં ઈજનેરો અને સુપરવાઈઝર્સને તાલીમ આપવા માટે આ જ પેકેજ હેઠળ સમાન પહેલ કરવાની યોજના છે.
GOM8.jpg)
પ્રોજેક્ટ પ્રગતિ 8મી સપ્ટેમ્બર 2025 સુધી
- વિયાડક્ટ નિર્માણ: 320 કિ.મી.
- પિયર વર્ક્સ: 397 કિ.મી.
- પિયર ફાઉન્ડેશન: 408 કિ.મી.
- 17 નદીના પુલ, 09 સ્ટીલ પુલ અને 05 પીએસસી (પ્રિ-સ્ટ્રેસ્ટ કૉંક્રીટ) પુલ પૂર્ણ થયા છે.
- 4 લાખ નોઇઝ બેરિયર્સ 203 કિ.મી.ના માર્ગ પર સ્થાપિત કરવામાં આવ્યા છે.
- 202 ટ્રેક કિ.મી.ના ટ્રેક બેડ કન્સ્ટ્રક્શન પૂર્ણ થયું છે.
- મુખ્ય લાઇન વિયાડક્ટના અંદાજે 44 કિ.મી. વિસ્તારમાં 1800 ઓએચઈ માસ્ટ્સ સ્થાપિત કરવામાં આવ્યા છે.
- મહારાષ્ટ્રમાં બીકેસી અને શિલફાટા વચ્ચેના 21 કિ.મી. ટનલનું કામ પ્રગતિ પર છે.
- પાલઘર જિલ્લામાં 07 પર્વત ટનલોના ખોદકામનું કામ પ્રગતિ પર છે.
- ગુજરાતની તમામ સ્ટેશનો પર સુપરસ્ટ્રક્ચરનું કામ વધુ પ્રગતિશીલ સ્ટેજમાં છે. મહારાષ્ટ્રમાં મુંબઈ અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન પર ત્રણેય એલિવેટેડ સ્ટેશનો અને બેઝ સ્લેબ કાસ્ટિંગ પર કામ શરૂ થઈ ચૂક્યું છે.
(Release ID: 2165708)
Visitor Counter : 2