યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં રાજકોટમાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીના કાર્યક્રમની ઉજવણી


કેન્દ્રીય મંત્રીએ રાષ્ટ્રીય યુવા સંમેલન, ગ્રીન એનર્જી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું તેમજ શ્રી રામ એરોસ્પેસ એન્ડ ડિફેન્સ ફેક્ટરીની મુલાકાત લીધી

Posted On: 11 SEP 2025 8:24PM by PIB Ahmedabad

આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ ચેર દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “બિલ્ડિંગબોન્ડ, બિલ્ડિંગનેશન: સેલિબ્રેટિંગ ધ આઇડિયાસ ઓફ સરદાર પટેલ” થીમ હેઠળ યોજાયેલા આ સમારોહમાં દેશના લોહપુરુષના રાષ્ટ્રએકતા, એકીકરણ અને સારા શાસન પ્રત્યેના જીવનભરના યોગદાનને હૃદયપૂર્વકસ્મરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે  કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા અને રમતગમત મંત્રી, ડૉ મનસુખ માંડવિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ શ્રી પરષોત્તમભાઇ રૂપાલI (સાંસદ, લોકસભા), શ્રી રામભાઇ મોકરિયા (સાંસદ, રાજ્યસભા), શ્રી રમેશભાઇ ટિલાળા, ડૉ. દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઇ કાનગડ, શ્રી મહેન્દ્રભાઇ પાડલિયા (ધારાસભ્ય), શ્રીમતી નયનાબેન પેઢડિયા (માન. મેયર, રાજકોટ મહાનગર પાલિકા) સહિતના માનનીય મહાનુભાવો અતિથિ તરીકે ઉપસ્થિતરહ્યા હતા.

આ પ્રસંગે મુખ્ય અતિથિ કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવિયાએ પોતાના સંબોધનમાં સરદાર પટેલના જીવન પ્રસંગો અને સંઘર્ષોની ચર્ચા કરી હતી. તેમણે યુવા પેઢીને તેમના આદર્શોથી પ્રેરણા લેવા અનુરોધ પણ કર્યો હતો. તેમણે ભાર મૂક્યો કે યુવાનો સરદાર પટેલના સિદ્ધાંતો પર ચાલે તો સરકારનું 2047 સુધી વિકસિત ભારતનું સ્વપ્ન હકીકત બની શકે છે. સાથે જ તેમણે યુવાનોને પ્રોત્સાહિત કર્યા કે તેઓ સરકાર દ્વારા બનાવાયેલા વિવિધ પોર્ટલ પર પોતાના વિચારો રજૂ કરીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે.

કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ છાત્રોને સરદાર પટેલે 562 રજવાડાઓને કઈ રીતે એકત્ર કર્યા તેના વિશે જુદા-જુદા કિસ્સાઓ સંભળાવી જાણકારી આપી હતી. તેમજ અગાઉની સરકારે સરદાર પટેલનું મહત્વ વધારવા કોઈ પ્રયાસ કર્યો નહીં હોવાનો આરોપ લગાવ્યો હતો. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની માત્ર પ્રતિમા જ બનાવી નથી. પણ વિશ્વભરમાં ફરીથી સરદાર પટેલનું નામ ગુંજતું કર્યું હોવાનું જણાવી તેમની 150મી જન્મજયંતી નિમિતે ઉજવણી કરીને આજના યુવાનોને તેમના યોગદાન વિશે જણાવવાની અપીલ કરી હતી.

આજની રાજકોટની મુલાકાત દરમિયાન  કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી શ્રી  ડૉ. મનસુખ માંડવિયાએ સવારે શ્રી રામકૃષ્ણ આશ્રમ દ્વારા આયોજિત ‘રાષ્ટ્રીય યુવા સંમેલન’માં પણ ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ કેન્દ્રીય મંત્રીએ  ફૂલછાબ ઓફિસ ખાતે 100 કિલો વોટની સોલાર પેનલ પ્રકલ્પનું ઉદ્દઘાટન કર્યું હતું અને ફૂલછાબ દ્વારા આયોજિત ગ્રીન એનર્જી પ્લાન્ટના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ મેટોડા ખાતે શ્રીરામ એરોસ્પેસ એન્ડ સંરક્ષણ ફેક્ટરીની મુલાકાત લઈ તેની માહિતી મેળવી  હતી.

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2165820) Visitor Counter : 2