સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
azadi ka amrit mahotsav

પર્પલ ફેસ્ટ 2025: ઉત્સાહ, સમાવેશ અને સશક્તિકરણનું પ્રતીક

Posted On: 12 SEP 2025 11:47AM by PIB Ahmedabad

પર્પલ ફેસ્ટ 2025 11 સપ્ટેમ્બર 2025ના રોજ નોઈડાની એમિટી યુનિવર્સિટી ખાતે 1,800થી વધુ નોંધાયેલા મુલાકાતીઓની વિશાળ ભાગીદારી સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો. સમાપન સત્રને સંબોધતા દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શ્રીમતી રિચા શંકરે સમાજમાં સમાવેશકતાને પ્રોત્સાહન આપવા, દિવ્યાંગોને સમુદાયના સમાન સભ્યો તરીકે સ્વીકારવા, શાળાઓમાં સમાવેશકતા સુનિશ્ચિત કરવા, બધિર વ્યક્તિઓના સંઘર્ષો અને સિદ્ધિઓની પ્રશંસા કરવા અને પર્પલ ફેસ્ટ દ્વારા પ્રદર્શિત સમાવિષ્ટતાની ઉજવણી કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

આ સત્રમાં એમિટી યુનિવર્સિટીના ડો. જયંતિ પૂજારી દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને એમિટી યુનિવર્સિટીના પ્રો-વાઈસ ચાન્સેલર પ્રોફેસર સંજીવ બંસલે વક્તવ્ય આપ્યું હતું, જેમણે માહિતી આપી કે પર્પલ ફેસ્ટના ઉદ્દેશ્યો સફળતાપૂર્વક પ્રાપ્ત થયા છે.

સાંસ્કૃતિક અને રમતગમતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતા આ દિવસ ઉર્જા અને ઉત્સાહથી ભરેલો રહ્યો. રમતગમત વિભાગ હેઠળ, પાંચ મુખ્ય રમતો - ક્રિકેટ, બેડમિન્ટન, ચેસ, કેરમ અને ટેબલ ટેનિસ - ઇન્ડોર અને આઉટડોર બંને ભાગીદારી સાથે યોજવામાં આવી હતી. ખેલાડીઓએ સંપૂર્ણ ઉત્સાહ સાથે ભાગ લીધો, જેનાથી ઇવેન્ટ જીવંત અને આકર્ષક બની હતી. આ કાર્યક્રમની એક મુખ્ય વિશેષતા સમાવેશી ક્રિકેટ મેચ હતી જેમાં એમિટી યુનિવર્સિટીના વિદ્યાર્થિઓએ ISLRTCના બધિર વિદ્યાર્થિઓ સાથે રમ્યા હતા,જેણે ખરા અર્થમાં સમાવેશ અને મિત્રતાની ભાવના દર્શાવી હતી.

અમર જ્યોતિ, અક્ષય પ્રતિષ્ઠાન, NIEPID અને AYJNISHD નોઇડા જેવી ખાસ શાળાઓ અને સંસ્થાઓ પણ આ ઉત્સવમાં જોડાઈ હતી, જેનાથી દિવ્યાંગજનો માટે તેમની પ્રતિભા અને રમતગમત દર્શાવવા માટે એક વૈવિધ્યસભર પ્લેટફોર્મ બન્યું હતું.

આ પ્રસંગે સતત પુનર્વસન શિક્ષણ (CRE) કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પર્પલ ફેસ્ટમાં 22 ઉદ્યોગસાહસિક સ્ટોલ પણ સ્થાપવામાં આવ્યા હતા, જેમાં અમર જ્યોતિ, DFDW અને આર્ટ બાય હાર્ટ જેવા સંગઠનો અને જૂથોએ ભાગ લીધો હતો. આ સ્ટોલને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો, જેનાથી દિવ્યાંગજન ઉદ્યોગસાહસિકોને દૃશ્યતા અને આર્થિક સશક્તિકરણ બંને મળ્યા હતા. વધુમાં, ISLRTC સ્ટોલ પર NBT દ્વારા 200 સુલભ "વીરગાથા" પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી સમુદાય માટે સુલભ સંસાધનો સુનિશ્ચિત થયા હતા.

શ્રી એસ.કે. શ્રીવાસ્તવ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ISLRTCના ડિરેક્ટર શ્રી કુમાર રાજુએ સમાપન સંબોધન આપ્યું હતું અને આયોજન ટીમના પ્રયાસો અને તમામ ઉપસ્થિતોની ઉત્સાહપૂર્ણ ભાગીદારીની પ્રશંસા કરી હતી.

શ્રીમતી રિચા શંકર દ્વારા આયોજન ટીમ અને ISLRTC ખાતે મોબાઇલ રિપેર કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરનારા 16 ઉમેદવારોને પ્રશંસા પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા, જે કૌશલ્ય વિકાસ અને સશક્તિકરણ તરફ એક પગલું છે.

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2165903) Visitor Counter : 2
Read this release in: English , Urdu , Hindi , Punjabi