પર્યાવરણ અને વન મંત્રાલય
રસાયણ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં સલામતીના ધોરણોને મજબૂત બનાવવા માટે ભારત સરકારની બહુપક્ષીય પહેલ
Posted On:
12 SEP 2025 4:50PM by PIB Ahmedabad
અંકલેશ્વરમાં રાસાયણિક અને પેટ્રોકેમિકલ ક્ષેત્રની મેજર એક્સીડન્ટ હેઝાર્ડ (MAH) એકમો માટે સલામતી વિષયક બે દિવસીય સેમિનારનું આયોજન રાસાયણ અને ખાતર મંત્રાલયના રાસાયણ અને પેટ્રોકેમિકલ વિભાગ દ્વારા, કેન્દ્ર સરકારના ઉપક્રમ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી (CIPET)ના સહયોગથી કરવામાં આવ્યું હતું.

માનનીય પ્રધાનમંત્રીના 100-દિવસીય કાર્યક્રમના ભાગ રૂપે, રસાયણો અને ખાતર મંત્રાલયના રસાયણો અને પેટ્રોકેમિકલ વિભાગે રસાયણો અને પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં સલામતી ધોરણોને મજબૂત બનાવવા પર વિશેષ ભાર મૂક્યો છે.
રાસાયણિક અને પેટ્રોકેમિકલ ઉદ્યોગ દેશના આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ ખાસ કરીને જોખમી રાસાયણો સાથે કાર્ય કરતી એકમોમાં સંભવિત જોખમ રહેલા છે. માનવ જીવન અને પર્યાવરણની સુરક્ષા માટે મજબૂત સલામતી પ્રોટોકોલ અને સુપ્રશિક્ષિત વ્યાવસાયિકોની જરૂરિયાત અનિવાર્ય છે.
આ જ દ્રષ્ટિએ ભારત સરકારે એક બહુમુખી પ્રયત્ન હેઠળ 11 થી 12 સપ્ટેમ્બર 2025 દરમિયાન અંકલેશ્વર એસોસિયેશન ઓડિટોરિયમ, અંકલેશ્વર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમમાં રાસાયણિક અને પેટ્રોકેમિકલ ઉદ્યોગોના મુખ્ય પ્રતિનિધિઓ તથા સંભવિત ઉચ્ચ જોખમવાળા ઉદ્યોગોના પ્રતિનિધિઓને આમંત્રિત કરી બે દિવસીય તાલીમ વર્કશોપ યોજાયો હતો.
આ બે દિવસીય નિવાસીય વર્કશોપમાં 15 નિષ્ણાત સત્રો યોજાયા, જેમાં પર્યાવરણ સંરક્ષણ, ઔદ્યોગિક સલામતી, અકસ્માત નિવારણ તથા રાસાયણિક જોખમ વ્યવસ્થાપન જેવા વિષયો પર ઊંડાણપૂર્વક અને પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી। ઉદ્યોગ જગતના વિવિધ નિષ્ણાતો અને પ્રતિનિધિઓએ સક્રિય ભાગ લીધો તેમજ મૉક ડ્રિલ દ્વારા પ્રાયોગિક તાલીમ પણ આપવામાં આવી હતી.
કાર્યક્રમના મુખ્ય અતિથિ પ્રોફેસર ડૉ. શિશિર સિંહા (મહાનિદેશક, સિપેટ)નું હાર્દિક અભિનંદન અને સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાથે જ વિશિષ્ટ અતિથિઓ—ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), અંકલેશ્વરના રીજનલ ઓફિસર ડૉ. જિજ્ઞાસા ઓઝા, અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના વાઇસ પ્રેસિડન્ટ શ્રી હસમુખ જે. પટેલ અને શ્રી પરિતોષ દિવાસલી, ડિરેક્ટર અને હેડ, સિપેટ: IPT – અમદાવાદ (પેટ્રોકેમિકલ વિભાગનું ટેક્નિકલ સંસ્થાન)—નું પણ હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સંચાલન સિપેટ, અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં IIT, NIT સહિતના વિવિધ રાષ્ટ્રીય સંસ્થાનોના નિષ્ણાતોએ વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું. આ વર્કશોપમાં કુલ 121 પ્રતિનિધિઓએ ભાગ લીધો, જે દેશભરની 59 MAH એકમોનું પ્રતિનિધિત્વ કરતા હતા.
આગામી પાંચ વર્ષમાં દેશની 2,393 MAH એકમોમાંથી ઓછામાં ઓછા બે કર્મચારીઓને તાલીમ આપવા માટે કુલ 48 કાર્યક્રમો યોજવાની યોજના છે. આ શ્રેણીમાં આ ગુજરાત રાજ્યમાં આયોજિત ત્રીજો કાર્યક્રમ હતો.
આ પહેલ માત્ર રાસાયણિક અને પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં સલામતી, સ્થાયિત્વ અને જવાબદારી સુનિશ્ચિત કરવાની ભારત સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ જ નહીં, પરંતુ ઉદ્યોગ સલામતી ધોરણોને મજબૂત બનાવીને દેશના સ્થાયી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપતી એક મજબૂત કડી પણ છે.
(Release ID: 2166016)
Visitor Counter : 2