સંરક્ષણ મંત્રાલય
સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ વિભાગને રાજભાષા નીતિના શ્રેષ્ઠ અમલીકરણ માટે 'રાજભાષા કીર્તિ પુરસ્કાર-2024-25' એનાયત કરવામાં આવ્યો
प्रविष्टि तिथि:
15 SEP 2025 3:58PM by PIB Ahmedabad

આજે હિન્દી દિવસ નિમિત્તે ગુજરાતના ગાંધીનગરમાં આયોજિત હિન્દી દિવસ ઉજવણી અને પાંચમા અખિલ ભારતીય રાજભાષા પરિષદમાં સંરક્ષણ મંત્રાલયના નિયામક શ્રીમતી દીપાલી ચવ્હાણને કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્યમંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલના હસ્તે આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. આ પ્રસંગે સંસદ સભ્ય, રાજ્યસભા, શ્રી દિનેશ શર્મા, વૈજ્ઞાનિક અને લેખક ડૉ. આનંદ રંગનાથન અને રાજભાષા સચિવ શ્રીમતી અંશુલી આર્ય પણ હાજર રહ્યા હતા. ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયના નિયામકે તેમના વિભાગની સિદ્ધિ અને સમર્પણ સાથે તેમની જવાબદારીઓ નિભાવવા બદલ સંરક્ષણ મંત્રાલયની સમગ્ર ટીમનો આભાર માન્યો હતો અને ભવિષ્યમાં પણ આ જ રીતે વિભાગને ગૌરવ અપાવવા માટે પ્રેરણા આપી હતી.
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2166770)
आगंतुक पटल : 29