માહિતી અને પ્રસારણ મંત્રાલય
દક્ષિણ કોરિયામાં બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં ભારત પોતાની સર્જનાત્મક ક્ષમતા દર્શાવશે; રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગન BIFFમાં ભારતના પ્રથમ મંત્રી સ્તરના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે
BIFF 2025 માં 10 ફિલ્મો સાથે ભારતની સૌથી મજબૂત લાઇન-અપ દર્શાવવામાં આવશે; ACFM, એશિયન કન્ટેન્ટ્સ અને ફિલ્મ માર્કેટ ખાતે સહ-નિર્માણ બજાર માટે 5 ભારતીય પ્રોજેક્ટ્સની પસંદગી કરવામાં આવી
BIFF 2025માં ભાગીદારી સહ-નિર્માણનો વિસ્તાર કરવા, AVGC તકોને પ્રોત્સાહન આપવા અને દક્ષિણ કોરિયા સાથે સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવાના ભારતના સંકલ્પને રેખાંકિત કરે છે
ઇન્ડિયા પેવેલિયન ખાતે વેવ્સ બજાર ભારતીય સર્જકોને વૈશ્વિક બજારો સાથે જોડશે અને સહ-નિર્માણ અને AVGC માટે પ્રોત્સાહનોને પ્રકાશિત કરશે
બુસાનમાં ભારત પર્વ અને ભારતીય ફિલ્મો ભારતની સંસ્કૃતિ અને સર્જનાત્મકતાની ઉજવણી કરશે; ભારત-કોરિયા AVGC અને ફિલ્મ સહ-નિર્માણ માળખાને મજબૂત કરવા માટે નીતિ સંવાદ અને MoU
Posted On:
16 SEP 2025 1:04PM by PIB Ahmedabad
ભારત દક્ષિણ કોરિયામાં બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (BIFF) 2025 અને એશિયન કન્ટેન્ટ એન્ડ ફિલ્મ માર્કેટ (ACFM)માં માનનીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગનના નેતૃત્વ હેઠળ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે પોતાની નોંધપાત્ર ઉપસ્થિતિ દર્શાવવા માટે તૈયાર છે. BIFFમાં આ ભારતનું પ્રથમ મંત્રી સ્તરીય પ્રતિનિધિમંડળ હશે, જે સાંસ્કૃતિક રાજદ્વારીતાને મજબૂત કરવા, આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જનાત્મક સહયોગને વિસ્તૃત કરવા અને ભારતને સર્જનાત્મક અર્થતંત્ર માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની રાષ્ટ્રની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.
પ્રતિનિધિમંડળમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, NFDC, FICCI, FTII, SRFTII અને IIMCના પ્રતિનિધિઓ તેમજ વેવ્સ બજાર પહેલના પસંદગીના સર્જકોનો સમાવેશ થશે.
આ યાત્રા પહેલા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગને કહ્યું કે, "ભારતને BIFF 2025માં ભાગ લેવાનો ગર્વ છે, જે એક એવો ઉત્સવ છે. જે એશિયન અને વૈશ્વિક સિનેમાના શ્રેષ્ઠ પ્રદર્શનોને એકસાથે લાવે છે. અહીં અમારી હાજરી ભારતના સહ-નિર્માણને વિસ્તૃત કરવા, AVGCમાં નવી તકો ઊભી કરવા અને દક્ષિણ કોરિયા સાથે સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવાના ભારતના સંકલ્પને દર્શાવે છે. વેવ્સ બજાર અને ભારત પર્વ દ્વારા, અમે ફક્ત અમારી સર્જનાત્મક અર્થવ્યવસ્થા જ નહીં, પરંતુ ભારતનો કાલાતીત વારસો અને પ્રતિભાનું પણ પ્રદર્શન કરીએ છીએ."
ભારતની ભાગીદારીના મુખ્ય મુદ્દાઓ
BIFF અને ACFM ખાતે ઈન્ડિયા પેવેલિયન - 'વેવ્સ બજાર' પહેલ પર પ્રકાશ પાડવો
BIFF અને ACFM બંને ખાતે "ભારત - વિશ્વ માટે સર્જનાત્મક અર્થતંત્ર" થીમ પર ઈન્ડિયા પેવેલિયન સ્થાપિત કરવામાં આવશે. આ પેવેલિયન વેવ્સ બજાર પહેલને પ્રકાશિત કરશે, જે ભારતીય સામગ્રી સર્જકો, નિર્માતાઓ અને વિતરકોને B2B મીટિંગ્સ દ્વારા વૈશ્વિક બજારો સાથે જોડવા માટે રચાયેલ છે. ACFMના સત્તાવાર કાર્યક્રમના ભાગ રૂપે, બંને દેશોના મુખ્ય ઉદ્યોગ પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ સાથે "ભારત-કોરિયા સિનર્જી: સહ-નિર્માણમાં નવી ક્ષિતિજ" થીમ પર એક પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવશે.
બુસાનમાં ભારતીય સિનેમાનું પ્રદર્શન
આ વર્ષે ભારતનું પ્રદર્શન અત્યાર સુધીનું સૌથી પ્રભાવશાળી છે, જેમાં દસથી વધુ ફિલ્મો ભારતીય વાર્તાની વિવિધતાને દર્શાવે છે.
- સ્પાય સ્ટાર્સ (પદ્મ શ્રી નીલા માધબ પાંડા) – ઉદ્ઘાટન પ્રતિયોગિતા વિભાગમાં સ્પર્ધા
- ઈફ ઓન અ વિન્ટર નાઈટ (સંજુ સુરેન્દ્રન); કોક કોક કૂકૂક (મહર્ષિ તુહિન કશ્યપ); શેપ ઓફ મોમો (ત્રિબીની રાય) - વિઝન એશિયા વિભાગ હેઠળ.
- અન્ય પ્રોજેક્ટ્સમાં બયાન (વિકાસ રંજન મિશ્રા); ડોન્ટ ટેલ મોમ (અનુપ લોકુર); ફુલ પ્લેટ (તનિષ્ઠા ચેટર્જી); કરીનજી (શીતલ એન.એસ.); આઈ, પોપી (વિવેક ચૌધરી).
એશિયન પ્રોજેક્ટ માર્કેટ (ACFM) ખાતે, કો-પ્રોડક્શન માર્કેટ માટે પાંચ ભારતીય પ્રોજેક્ટ પસંદ કરવામાં આવ્યા છે:
- ધ ડિફિકલ્ટ ડોટર્સ - સોની રાઝદાન દ્વારા નિર્દેશિત; આલિયા ભટ્ટ, શાહીન ભટ્ટ, એલન મેકએલેક્સ અને ગ્રીશ્મા શાહ દ્વારા નિર્મિત.
- ધ લાસ્ટ ઓફ ધેમ પ્લેગ્સ - કુંજીલા માસીકલામાણી દ્વારા નિર્દેશિત; પાયલ કાપડિયા, જિયો બેબી અને કની કુસરુતિ દ્વારા નિર્મિત.
- લંકા (ધ ફાયર) - સૌરવ રાય દ્વારા દિગ્દર્શિત; સુદીપ્ત સાધુખાન, વિરાજ સેલોટ અને અંકિતા પુરકાયસ્થ દ્વારા નિર્મિત.
- મૂન - દિગ્દર્શિત અને નિર્મિત પ્રદીપ કુરબાહ દ્વારા.
- ધ મેજિકલ મેન - બિપ્લબ સરકાર દ્વારા દિગ્દર્શિત; ભારત અને આંતરરાષ્ટ્રીય સહયોગીઓ દ્વારા સહ-નિર્માણ.
ભારત પર્વ - ભારતીય સંસ્કૃતિનો ઉત્સવ
માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારતીય કલા, સંગીત અને વ્યંજનોની સાંસ્કૃતિક સંધ્યા "ભારત પર્વ"નું આયોજન કરશે. આ કાર્યક્રમ ભારત અને કોરિયા વચ્ચે લોકોથી લોકો સુધી સાંસ્કૃતિક જોડાણ માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપશે, જેમાં ભારતીય અને કોરિયન મીડિયા અને મનોરંજન ઉદ્યોગના નેતાઓ હાજરી આપશે.
નીતિ સંવાદ અને સહયોગ
- કોરિયા પ્રજાસત્તાકના સંસ્કૃતિ, રમતગમત અને પર્યટન મંત્રી સાથે માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રીની G2G બેઠક ભારત-કોરિયા AVGC અને ફિલ્મ સહ-નિર્માણ માળખા માટે એક માળખાગત સંવાદ શરૂ કરવા માટે સુનિશ્ચિત થયેલ છે.
- NFDC, FTII, IICT (ભારત) અને KAFA, KOFIC, KOCCA જેવી કોરિયન સંસ્થાઓ તેમજ કોરિયન OTT પ્લેટફોર્મ વચ્ચે તાલીમ, વિનિમય કાર્યક્રમો અને ભારતીય સામગ્રી વિતરણ માટે લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI) પર હસ્તાક્ષર કરવાની યોજના છે.
BIFF અને ACFM વિશે
બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (BIFF) એ એશિયાના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાંનો એક છે, જેને FIAPF દ્વારા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI) અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ સાથે માન્યતા આપવામાં આવી છે. એશિયન કન્ટેન્ટ્સ એન્ડ ફિલ્મ માર્કેટ (ACFM) એક અગ્રણી સહ-નિર્માણ અને ફાઇનાન્સિંગ પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે, જે ફિલ્મ નિર્માતાઓને વૈશ્વિક રોકાણકારો અને ભાગીદારો સાથે જોડે છે.
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2167107)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
Nepali
,
Hindi
,
Marathi
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Kannada
,
Malayalam