પ્રધાનમંત્રીનું કાર્યાલય
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પની મિત્રતા માટે પ્રશંસા વ્યક્ત કરી
પ્રધાનમંત્રીએ યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પની પહેલ માટે ભારતનો સહયોગ વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
16 SEP 2025 11:15PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી ડોનાલ્ડ જે. ટ્રમ્પનો ટેલિફોન કોલ મળ્યો.
પ્રધાનમંત્રી ટ્રમ્પે પ્રધાનમંત્રી મોદીના 75મા જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માન્યો અને તેમની મિત્રતા માટે પ્રશંસા વ્યક્ત કરી.
બંને નેતાઓએ ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે તેમની પ્રતિબદ્ધતાઓની પુનઃપુષ્ટિ કરી.
તેઓએ વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું. પ્રધાનમંત્રીએ યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પની પહેલ માટે ભારતનો સહયોગ વ્યક્ત કર્યો.
બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા.
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2167940)
आगंतुक पटल : 35
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam