શ્રમ અને રોજગાર મંત્રાલય
EPFO, પ્રાદેશિક કાર્યાલય, નરોડા દ્વારા ગાંધીનગર ઇલેક્ટ્રોનિક્સ ઝોન ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (GEZIA), ગાંધીનગર ખાતે "પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના" પર સેમિનારનું આયોજન કરાયું
Posted On:
18 SEP 2025 7:45PM by PIB Ahmedabad
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO), પ્રાદેશિક કાર્યાલય, નરોડા દ્વારા ગાંધીનગર ઇલેક્ટ્રોનિક્સ ઝોન ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (GEZIA), સેક્ટર 25, ગાંધીનગર ખાતે "પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના" પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી યોગેશ કુમાર, પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનર-I, , પ્રાદેશિક કાર્યાલય, નરોડા અને શ્રી કાના રામ મીણા, પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનર- II, એ સેમિનારમાં ભાગ લીધો હતો.
3RSD.jpeg)
સેમિનારમાં શ્રી ચાણક્ય પટેલ, પ્રમુખ, GEZIA, શ્રી અમૃતભાઈ પટેલ, સચિવ, GEZIA અને એસોસિએશનના અન્ય મહાનુભાવો સહિત 100 થી વધુ ઉદ્યોગપતિઓની ઉત્સાહજનક ભાગીદારી પણ જોવા મળી હતી. આ પ્રસંગે શ્રી શૈલેષ કુમાર મોદી, આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ, કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલ, શ્રી ધીરજ અગ્રવાલ, વડોદરા ગ્લોબલ શેર્ડ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડના વરિષ્ઠ મેનેજર તેમજ GEZIA ના HR પ્રોફેશનલ્સ અને કોન્ટ્રાક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

તેમના સ્વાગત પ્રવચનમાં, શ્રી ચાણક્ય પટેલે ઉદ્યોગ માટે યોજનાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને ટકાઉક્ષમ રોજગારને પ્રોત્સાહન આપતી વખતે નોકરી શોધનારાઓ અને નોકરીદાતાઓ વચ્ચેના અંતરને દૂર કરવાની સરકારની પહેલની પ્રશંસા કરી હતી. તેમણે યોજના વિશે જાગૃતિ માટે સેમિનારનું આયોજન કરવા બદલ EPFO નો આભાર વ્યક્ત કર્યો હતો.
મુખ્ય વક્તવ્ય આપતા, શ્રી યોગેશ કુમાર, પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનર-I, પ્રાદેશિક કાર્યાલય, નરોડાએ યોજનાના ઉદ્દેશ્યો પર પ્રકાશ પાડ્યો હતો,તેમાં નમને સતત રોજગારીનું સર્જન કરવાનો, પ્રથમ વખત નોકરી શોધનારાઓને ટેકો આપવાનો, કૌશલ્ય અને રોજગારક્ષમતા વધારવાનો અને સામાજિક સુરક્ષા કવરેજને વિસ્તૃત કરવાનો વાત કરી હતી. તેમણે તમામ સહભાગીઓને યોજનાનો મહત્તમ લાભ લેવા માટે સમયસર નોંધણી સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.
(Release ID: 2168252)