શ્રમ અને રોજગાર મંત્રાલય
મુસાફરો માટે ખાસ સુવિધાઃ ભાવનગર ડિવિઝનની સાત ટ્રેનો હવે જેતપુરના નવાગઢ ખાતે ઉભી રહેશે
કેન્દ્રીય મંત્રીએ મનસુખ માંડવિયાએ પોરબંદર લોકસભાના નવાગઢ, રાણાવાવ, અને જેતપુરની જનતા માટે ટ્રેનોને સ્ટોપેજ આપ્યો
વધારાના સ્ટોપેજથી મુસાફરોને વધુ સુવિધા મળશે તેમજ આસપાસના વિસ્તારોના મુસાફરોને ઉત્તમ રેલ સેવા ઉપલબ્ધ થશે- મનસુખ માંડવિયા
Posted On:
19 SEP 2025 7:05PM by PIB Ahmedabad
મુસાફરો દ્વારા કરવામાં આવેલી માગણીઓ અને સ્થાનિક યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલયે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જે અનુસાર ભાવનગર ડિવિઝનની સાત ટ્રેનોને વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે. આ સાત ટ્રેનો નવાગઢ,જેતપુર અને ખાતે સ્ટોપેજ કરાયો નવા સ્ટોપેજ મળવાથી મુસાફરોને તથા નવા સ્ટોપેજની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને ટ્રેન મુસાફરીમાં વધુ સુગમતા મળશે.

ભાવનગર ડિવિઝનની સાત ટ્રેનોના વધારાના સ્ટોપેજની શરૂઆત કેન્દ્રીય મંત્રી અને સાંસદ મનસુખ માંડવિયાની ઉપસ્થિતમાં આજે. 19 સપ્ટેમ્બરના રોજ બપોરે 11.30 વાગ્યાની આસપાસ નવાગઢ રેલવે સ્ટેશન ખાતે ઔપચારિક ઉદ્ઘાટન સમારંભથી થઈ હતી. નવા સ્ટોપેજ માટેના આ કાર્યક્રમમાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
ક્રમાંક
|
ટ્રેન નંબર
|
ક્યાંથી – ક્યાં સુધી
|
ચાલવાના
દિવસો
|
વધારાનો સ્ટોપ
|
1
|
11463/11464/
11465/11466
|
વેરાવળ – જબલપુર – વેરાવળ
|
દરરોજ
|
નવાગઢ
|
2
|
59560/59557
|
ભાવનગર – પોરબંદર – ભાવનગર
|
દરરોજ
|
રાણાવાવ
|
3
|
19251/19252
|
વેરાવળ – ઓખા – વેરાવળ
|
દરરોજ
|
નવાગઢ
|
4
|
19319/19320
|
વેરાવળ – ઈન્દોર – વેરાવળ
|
બુધવાર
|
નવાગઢ
|
5
|
12945/12946
|
વેરાવળ – બનારસ – વેરાવળ
|
સોમવાર / ગુરૂવાર
|
જેતપુર
|
6
|
19204/19203
|
વેરાવળ – બાંદ્રા – વેરાવળ
|
શુક્રવાર / રવિવાર
|
જેતપુર
|
આ અવસર પર શ્રી માંડવિયાએ કહ્યું કે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી આપેલા નવા સ્ટોપેજથી નવાગઢ, રાણાવાવ અને જેતપુર સહિત આસપાસના ગામો અને નગરોના મુસાફરોને હવે લાંબી મુસાફરીના માટે અન્ય રેલવે સ્ટેશન સુધી જવું નહીં પડે. આ સુધારાથી તેમની મુસાફરી વધુ સુલભ બનશે અને ટ્રેન સેવાની સરળતા વધશે."

ભાવનગર ડિવિઝનમાં જે સાત ટ્રેનોને વધારાનો સ્ટોપ આપવામાં આવ્યો છે. તેમાં નવાગઢ સ્ટેશન પર ચાર ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ચાર ટ્રેનોના સ્પોપેજ મળવાથી નવાગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં રહેલા નાગરીકોને ટ્રેન થકી મુસાફરી કરવામાં સરળતા રહેશે.

નવાગઢ અને રાણાવાવ ઉપરાંત ભાવનગર ડિવિઝન હેઠળ આવતા જેતપુર રેલવે સ્ટેશન ખાતે પણ એક ટ્રેનને વધારાનું સ્ટોપ આપવામાં આવ્યું છે. જેતપુર ખાતે ટ્રેનને સ્ટોપેજ આપવામા આવતા જેતપુર અને તેની આસપાસના ગામના નાગરીકોને ટ્રેન મુસાફરી માટે અન્યત્ર જવું પડતું હતું તે મુશ્કેલીમાંથી છૂટકારો મળશે.
આ સાથે જ જેતપુર ચેમ્બર ઓફ કોમર્સની સાધારણ સભા અને રેલવેના સ્ટોપેજની ઉજવણી માટે આયોજિત કાર્યક્રમમાં ડૉ મનસુખ માંડવિયા એ ભારતના વિકાસની ગાથા વર્ણવતા કહ્યું કે જ્યારે હું 2012 માં સાંસદ તરીકે ચુંટાઈને દિલ્હી ગયો ત્યારે દેશનું બજેટ 16 લાખ કરોડ હતું. મોદીજી જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે આઝાદીના 75 વર્ષ પછી આ દેશનું બજેટ 24 લાખ કરોડ હતું અને આ વર્ષનું આપણા દેશનું બજેટ 51 લાખ કરોડ છે. આ વિકાસ યાત્રા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ અને વિકાસના દૃષ્ટિકોણનું પરિણામ છે.
(Release ID: 2168673)