માનવ સંસાધન વિકાસ મંત્રાલય
પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક 2 અમદાવાદ છાવણીમાં હિન્દી પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરાયું
Posted On:
20 SEP 2025 3:48PM by PIB Ahmedabad
પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક 2 અમદાવાદ છાવણીમાં હિન્દી પખવાડિયાના અંતર્ગત હિન્દી પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ 9 થી 12ના ચારેય હાઉસમાંથી કુલ આઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધકોને હિન્દી રાજ્યભાષા, હિન્દી સાહિત્ય અને હિન્દી વ્યાકરણ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા. વિવિધ પ્રકારના 10 રાઉન્ડના પ્રશ્નો પૂછવામાં આવ્યા.

સ્પર્ધામાં અશોક હાઉસની મિતાલી અને સ્પૃહાએ પ્રથમ સ્થાન મેળવ્યું, રામન હાઉસની સ્વાસ્તિ અને સ્વાતિએ દ્વિતીય સ્થાન મેળવ્યું અને ત્રીજું સ્થાન ટેગોર હાઉસના સુંદર અને શ્રુતિએ મેળવ્યું.

અંતમાં વિદ્યાલયના પ્રાચર્ય શ્રીમાન સચિનકુમાર સિંહ રાઠોડે તમામ વિદ્યાર્થીઓને હિન્દી પ્રશ્નોત્તરી સ્પર્ધામાં ભાગ લેવા બદલ અભિનંદન આપ્યા અને અન્ય વિદ્યાર્થીઓને પણ આવી પ્રકારની સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું.
કાર્યક્રમનું સંચાલન હિન્દી વિભાગાધ્યક્ષ શ્રી પી. આર. મેઘવાલે કર્યું. વિભાગના સભ્યો શ્રીમતી દીપિકા પાંડે અને શ્રીમતી કંચન મેડમનું વિશેષ યોગદાન રહ્યું હતું.
(Release ID: 2168915)