પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શ્રી મોહનલાલજીને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 20 SEP 2025 7:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી મોહનલાલજીને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે શ્રી મોહનલાલ જી શ્રેષ્ઠતા અને બહુમુખી પ્રતિભાનું પ્રતિક છે. "દાયકાઓના સમૃદ્ધ કાર્ય સાથે, તેઓ મલયાલમ સિનેમા, થિયેટરના અગ્રણી પ્રકાશ સ્તંભ તરીકે ઉભા છે અને કેરળની સંસ્કૃતિ પ્રત્યે ખૂબ ઉત્સાહી છે. તેમણે તેલુગુ, તમિલ, કન્નડ અને હિન્દી ફિલ્મોમાં પણ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. તમામ માધ્યમોમાં તેમની સિનેમેટિક અને નાટ્ય પ્રતિભા ખરેખર પ્રેરણાદાયક છે" શ્રી મોદીએ કહ્યું.

X પરની એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું:

"શ્રી મોહનલાલ જી શ્રેષ્ઠતા અને બહુમુખી પ્રતિભાનું પ્રતીક છે. દાયકાઓ સુધીના સમૃદ્ધ કાર્ય સાથે, તેઓ મલયાલમ સિનેમા, થિયેટરના અગ્રણી પ્રકાશ સ્તંભ તરીકે ઉભા છે અને કેરળની સંસ્કૃતિ પ્રત્યે ખૂબ ઉત્સાહી છે. તેમણે તેલુગુ, તમિલ, કન્નડ અને હિન્દી ફિલ્મોમાં પણ નોંધપાત્ર અભિનય કર્યો છે. તમામ માધ્યમોમાં તેમની સિનેમેટિક અને નાટ્ય પ્રતિભા ખરેખર પ્રેરણાદાયક છે.

દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત થવા બદલ તેમને અભિનંદન. તેમની સિદ્ધિઓ આવનારી પેઢીઓને પ્રેરણા આપતી રહે તેવી પ્રાર્થના."

@Mohanlal

SM/DK/GP/JD


(Release ID: 2169049)