યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

“ભારત સરકાર દ્વારા યુવાઓ માટે રાષ્ટ્રીય સ્તરની ઓનલાઈન વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ લાઇવ ક્વિઝમાં ભાગ લઈ માનનીય પ્રધાનમંત્રીશ્રીને મળવાની સુવર્ણ તક”

Posted On: 22 SEP 2025 5:24PM by PIB Ahmedabad

યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકારની મહત્ત્વાકાંક્ષી પહેલ “મેરા યુવા ભારત (MY Bharat)” અંતર્ગત વિકસિત ભારત યંગ લીડરશિપ ડાયલોગ (VBYLD) 2026નું આયોજન થવા જઈ રહ્યું છે.

કાર્યક્રમની શરૂઆત સમગ્ર દેશના યુવાઓ માટે આયોજિત ઓનલાઈન ક્વિઝ સ્પર્ધાથી થશે. આ ક્વિઝ દ્વારા યુવાઓના જ્ઞાન, સમજ અને નેતૃત્વક્ષમતાની કસોટી લેવામાં આવશે. ક્વિઝમાં ભાગ લેવા માટેની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2025 નક્કી કરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લાના યુવાઓ માટે આ એક સુવર્ણ અવસર છે, જેમાં તેઓ દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપી શકે છે. 12મી કક્ષા ઉપરના વિદ્યાર્થી, કોલેજના યુવા તથા વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા યુવક-યુવતીઓ આ પહેલમાં ભાગ લઈ શકે છે.

કાર્યક્રમ જિલ્લા સ્તરેથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી યોજાશે. તેમાં યુવાઓને નીતિ-નિર્માણ, સમાજ સેવા, નવીનતા અને નેતૃત્વ ક્ષેત્રે પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળશે.

અમદાવાદ જિલ્લા યુવા અધિકારી, શ્રી પ્રિતેશ કુમાર ઝવેરી એ જણાવ્યું કે – “આ પહેલ યુવાઓને રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરશે. વિકસિત ભારત – વિઝન 2047ને સાકાર કરવા યુવાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો જ તેનો મુખ્ય હેતુ છે.”

આથી અમદાવાદ ના યુવાનો ને આહ્વાન કરવામાં આવે છે કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં જોડાઈ પોતાના વિચારો, પ્રયાસો અને નવીનતાથી દેશને નવી દિશા આપે.

રસ ધરાવતા યુવાઓ મેરા યુવા ભારતની સત્તાવાર વેબસાઈટ https://mybharat.gov.in પર નોંધણી કરી શકે છે. વધુ માહિતી માટે આપેલ QR કોડ scan કરી મેળવી શકાશે.


(Release ID: 2169687)