પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ત્રિપુરાના ઉદયપુરમાં માતા ત્રિપુરા સુંદરી મંદિરમાં પ્રાર્થના કરી


પ્રધાનમંત્રીએ માતા ત્રિપુરા સુંદરી મંદિર સંકુલના કાર્યોની સમીક્ષા કરી

Posted On: 22 SEP 2025 9:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રિપુરાના ઉદયપુરમાં માતા ત્રિપુરા સુંદરી મંદિરમાં પ્રાર્થના કરી. "મારા સાથી ભારતીયોની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી," શ્રી મોદીએ કહ્યું.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ માતા ત્રિપુરા સુંદરી મંદિર સંકુલના કાર્યોની પણ સમીક્ષા કરી. શ્રી મોદીએ કહ્યું કે વધુ યાત્રાળુઓ અને પ્રવાસીઓ મંદિરમાં પ્રાર્થના કરે અને ત્રિપુરાની સુંદરતાનો અનુભવ કરે તેની ખાતરી કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ x પર પોસ્ટ કર્યું

"નવરાત્રિના પહેલા દિવસે અને જ્યારે દિવ્ય દુર્ગા પૂજાનો સમય ચાલી રહ્યો છે, ત્યારે ત્રિપુરાના ઉદયપુરમાં માતા ત્રિપુરા સુંદરી મંદિરમાં પ્રાર્થના કરવાની તક મળી. મારા સાથી ભારતીયોની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી."

"માતા ત્રિપુરા સુંદરી મંદિર સંકુલના કાર્યોની સમીક્ષા કરી. અમારું લક્ષ એ સુનિશ્ચિત કરવા પર છે કે વધુ યાત્રાળુઓ અને પ્રવાસીઓ મંદિરમાં પ્રાર્થના કરે અને ત્રિપુરાની સુંદરતાનો પણ અનુભવ કરે."

SM/NP/GP/JD


(Release ID: 2169857)