શ્રમ અને રોજગાર મંત્રાલય
azadi ka amrit mahotsav

સંયુક્ત નિયામક ક.રા.બી નિગમની અધ્યક્ષતામાં ZAKની વાર્ષિક સામાન્ય બેઠક યોજાઈ

Posted On: 22 SEP 2025 12:05PM by PIB Ahmedabad

19 સપ્ટેમ્બર, 2025ના રોજ શ્રી દેવાંશુ રાજ, સંયુક્ત નિયામક, ક.રા.બી. નિગમ, પ્રાદેશિક કચેરી અમદાવાદ ખાતે ZAK ઉદ્યોગ સંઘની વાર્ષિક સામાન્ય બેઠકમાં હાજરી આપી હતી. આ અવસરે તેમણે સંઘના અધ્યક્ષ શ્રી સુધીર પટેલ, સચિવ શ્રી જયેન્દ્ર તાંતી, ઉપાધ્યક્ષ શ્રી વસંત પટેલ તેમજ અન્ય સમિતિના સભ્યો સાથે મુલાકાત કરી હતી. ઓઢવ, છત્રાલ અને કઠવાડા સહિતના વિવિધ ઉદ્યોગ સંઘોના અધ્યક્ષો તથા સચિવો પણ હાજર રહ્યા હતા. બેઠકમાં આશરે બસો પ્રતિભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંયુક્ત નિયામકે તેમના સંબોધનમાં કર્મચારીઓ માટેની ESIC યોજનાના લાભોની માહિતી આપી અને નિયોક્તાઓને નવી SPREE-2025 યોજના વિશે અવગત કર્યા, જેમાં નિયોક્તાઓને યોજનામાં નોંધણી કરાવતી વખતે કોઈ બાકી ચૂકવણી માગવામાં નહીં આવે તેવું તેમણે જણાવ્યું હતું. આ યોજના 31 ડિસેમ્બર, 2025 સુધી અમલમાં રહેશે. તેમણે આગળ વધુમાં કાનૂની કેસ માટેની આમ માફી યોજન વિષે પણ માહિતી આપી, જે 1 ઓક્ટોબર, 2025થી 30 સપ્ટેમ્બર, 2026 સુધી અમલમાં રહેશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ પહેલો નિયોક્તાઓ તથા કર્મચારીઓ બંને માટે સમાન રીતે લાભકારી સાબિત થશે.

આ કાર્યક્રમમાં નરોડા ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ શાખા કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2169962)
Read this release in: English