ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
સાંસદ ખેલ મહોત્સવ-2025ના આયોજન અંગે ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયાની ઉપસ્થિતિમાં ખેલ મહોત્સવના આયોજન અંગે ચર્ચા
સાંસદ ખેલ મહોત્સવ સ્પર્ધાના રજિસ્ટ્રેશન તા.2 ઓક્ટોમ્બર 2025 સુધી કરી શકાશે
દિવ્યાંગ ખેલાડીઓ માટે સાંસદ ખેલ મહોત્સવમાં વિવિધ ચાર કેટેગરીમાં સ્પર્ધાઓનું આયોજન કરાશે
प्रविष्टि तिथि:
23 SEP 2025 8:45PM by PIB Ahmedabad
સાંસદ ખેલ મહોત્સવ-2025ના આયોજન અંગે ભાવનગર સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને તેમજ રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.
BMZV.jpeg)
આ બેઠકમાં સાંસદ ખેલ મહોત્સવમા થયેલ રજીસ્ટ્રેશન, સંભવિત તારીખો, રમતોના મેદાન, ખેલાડીઓ માટેની વ્યવસ્થાઓ સહિતના મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ અધિકારીશ્રીઓએ કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા તેમજ રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા સમક્ષ વિગતો રજૂ કરી હતી.
KBFI.jpeg)
સાંસદ ખેલ મહોત્સવ તાલુકા પંચાયત સીટ, તાલુકા/ ઝોન સ્પર્ધા તેમજ જિલ્લા કક્ષાની સ્પર્ધા રમાશે. આ રમતોમાં એથ્લેટીક્સ 50 મીટર અને 100 મીટર દોડ, લાંબીકૂદ, ગોળાફેંક, બાસ્કેટબોલ, કબડ્ડી, રસ્સાખેંચ, ખો-ખો, સંગીતખુરશી (બહેનો), લીંબુ ચમચી, સ્લો સાઇકલ, સિક્કા શોધ, વોલીબોલ, નાર્ગેલ અને કોથળા દોડ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 14 વર્ષ સુધીના, 15થી 20 વર્ષના લોકો, 21થી 35 વર્ષના લોકો, 36થી 50 અને 51થી વધુ ઉંમરના લોકો ભાગ લઇ શકશે.

રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે, વધુમાં વધુ લોકો સાંસદ ખેલ મહોત્સવમાં સહભાગી બને તે પ્રકારનું સુચારૂં આયોજન કરવા જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. તેમણે કહ્યું કે, સાંસદ ખેલ મહોત્સવ થકી આપણને અનેક સારા રમતવીરો પણ મળશે, જે તેમના આગવા કૌશલ્ય થકી અન્ય રમતવીરો પ્રેરણારૂપ બની રહેશે.
સાંસદ ખેલ મહોત્સવ સ્પર્ધામાં રજિસ્ટ્રેશન તા.2 ઓક્ટોબર 2025 સુધી કરી શકાશે તેમજ દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ સાંસદ ખેલ મહોત્સવમાં વિવિધ ચાર કેટેગરીમાં શારીરિક ક્ષતિગ્રસ્ત, માનસિક ક્ષતિગ્રસ્ત, બ્લાઇન્ડ અને ડેફ કેટેગરીમાં સ્પર્ધાઓનું આયોજન થનાર છે
(रिलीज़ आईडी: 2170360)
आगंतुक पटल : 96