માહિતી અને પ્રસારણ મંત્રાલય
ગુજરાતનાં વૈવિધ્ય સભર વારસાથી રાજસ્થાન પત્રકાર પ્રતિનિધિમંડળ અભિભૂત
વડનગરમાં કીર્તિ તોરણ અને બૌધકાલીન સ્થળની મુલાકાત લીધી, અમદાવાદમાં ગરબા માણ્યા
प्रविष्टि तिथि:
24 SEP 2025 8:20PM by PIB Ahmedabad
રાજસ્થાનથી ગુજરાતનાં પ્રવાસે આવેલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે ગુજરાતનાં ઐતિહાસિક વારસામાં મોખરાનું સ્થાન ધરાવતા વડનગરની મુલાકાત લીધી હતી.

તા. 24થી 30 સપ્ટેમ્બર સુધી ગુજરાતનાં વિકાસ કાર્યો, પ્રવાસન સ્થળો અને ઐતિહાસિક વારસાને જાણવા માટે રાજસ્થાનથી આવેલા પત્રકારોએ ગુજરાતનાં ઐતિહાસિક વારસામાં મોખરાનું સ્થાન ધરાવતા વડનગરની મુલાકાત લીધી હતી.

જ્યાં બૌદ્ધકાલીન સ્થળ, કીર્તિ તોરણ, પ્રેરણા સંકુલ અને સંગ્રહાલય અને હાટકેશ્વર મંદિરની મુલાકાત કરી હતી. આ તમામ સ્થળોની તલસ્પર્શી માહિતી મેળવી પ્રતિનિધિ મંડળ અભિભૂત થયું હતું.
2XB2.jpeg)
પત્રકારોએ ગુજરાતનાં પુરાતત્વ સ્થળની મુલાકાત લીધા બાદ આ વારસો વૈવિધ્ય જોવા પરિવાર સાથે આવવાની ઈચ્છા દર્શાવી હતી. તેમણે અમદાવાદમાં જીએમડીસી મેદાન ખાતે ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત ગરબાની મજા પણ માણી હતી. અહીં કેન્દ્રીય સંચાર બ્યૂરો, પ્રાદેશિક કાર્યાલય દ્વારા આયોજિત વિકસિત ભારત ચિત્ર પ્રદર્શનની મુલાકાત પણ તેમણે લીધી હતી.
પત્રકાર પ્રતિનિધિ મંડળ તેમના પ્રવાસ અંતર્ગત આગામી સ્થળ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત માટે જશે.
(रिलीज़ आईडी: 2170905)
आगंतुक पटल : 49