માનવ સંસાધન વિકાસ મંત્રાલય
હિન્દી પખવાડા પારિતોષિક વિતરણ સમારોહનું સફળ આયોજન
प्रविष्टि तिथि:
25 SEP 2025 3:12PM by PIB Ahmedabad
પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક 2 અમદાવાદ છાવણીમાં શુક્રવારે હિન્દી પખવાડા પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં હિન્દી પખવાડા અંતર્ગત યોજાયેલ વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે હિન્દી નારો લેખન, હિન્દી નિબંધ લેખન, હિન્દી કવિતા પાઠ, હિન્દી વાર્તા કથન, સ્ટાફ માટે ક્વિઝ સ્પર્ધા અને વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓને શાળાના પ્રાચાર્યશ્રીએ પુરસ્કારો આપ્યા હતા.


સ્ટાફ માટે યોજાયેલી પ્રવૃત્તિઓમાં શાળાની શિક્ષિકા શ્રીમતી સોનિયા ચૌધરી, શ્રીમતી ફાલ્ગુની સોલંકી, શ્રીમતી રાજબાલા, શ્રીમતી સુરભિ સિંહ, શ્રીમતી ઇંદુ સિંહ, શ્રીમતી વંદના સોનારા, શ્રીમતી વિક્રમ કુમારી, શ્રી આદિત્ય ભારદ્વાજ, શ્રી હેમરાજ નવલ તથા શ્રી સચિન કુમાર સિંહ રાઠોડને સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે શાળાના પ્રાચાર્ય શ્રી સચિન કુમાર સિંહ રાઠૌરે 2 વિદ્યાર્થીઓને શાળામાં યોજાતી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા તથા હિન્દી પખવાડા અંતર્ગત યોજાયેલ વિવિધ પ્રવૃત્તિઓના વિજેતાઓને શુભકામનાઓ પાઠવી હતી.
કાર્યક્રમનું સંચાલન હિન્દી વિભાગના વડા શ્રી પી.આર. મેઘવાલે કર્યું હતું અને હિન્દી વિભાગની સભ્યાઓ શ્રીમતી દીપિકા પાંડે તથા શ્રીમતી કંચન મેડમનું વિશેષ યોગદાન રહ્યું હતું. અંતમાં સંસ્કૃત શિક્ષક શ્રી સી.પી. વર્મોરાએ તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો.
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2171128)
आगंतुक पटल : 47