માહિતી અને પ્રસારણ મંત્રાલય
સ્ટેચ્યુ ઓફ યુનિટીની રોમાંચક મુલાકાત કાયમ યાદ રહેશે : રાજસ્થાન પત્રકાર પ્રતિનિધિમંડળ
प्रविष्टि तिथि:
25 SEP 2025 4:56PM by PIB Ahmedabad
પત્ર સૂચના કાર્યાલય(PIB) જયપુર દ્વારા આયોજિત તા.24 થી 30 સપ્ટેમ્બર,2025 દરમિયાન પ્રેસ ટૂર અંતર્ગત રાજસ્થાનનાં પત્રકારો ગુજરાતનાં પ્રવાસે આવી પહોંચ્યા છે.

ગુજરાત પ્રવાસનાં પ્રથમ દિવસે તેમણે વડનગરની મુલાકાત અને રાત્રે અમદાવાદમાં ગરબાની રમઝટ માણી હતી. જયારે આજે બીજા દિવસે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા. સરદાર પટેલનાં સ્ટેચ્યુની મુલાકાત ખૂબ રોમાંચક હોવાનું પત્રકારોએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે સરદાર સરોવર ડેમ, આરોગ્ય વન, મિયાવાકી ફોરેસ્ટ, સર્ક્યુલર રૂટ અને હાઇડ્રોપાવર પ્લાન્ટની મુલાકાત અને તેના વિશે જાણકારી પણ મેળવી હતી.

સ્ટેચ્યુ ઑફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ (SoUADTGA)ના યુનિટ-1નાં અધિક કલેકટર ગોપાલ બામણીયા અને યુનિટ -2નાં અધિક કલેકટર એન. મધુએ પત્રકાર મંડળની સાથે વાત કરી હતી. જેમાં તેમણે આ વિસ્તારનાં વિવિધ પ્રોજેક્ટ્સ અને વિકાસ અંગેની મહત્વની જાણકારી આપી હતી. તેમણે SoU સ્થાનિક લોકોને રોજગારી અને વિકાસમાં કેવી રીતે મદદરૂપ થઈ રહ્યું છે તેની વિગત પણ જણાવી હતી.

આ પ્રતિનિધિમંડળ તેમના આગામી પ્રવાસમાં વડોદરામાં ગુજરાતની ઓળખ એવા ગરબા, અમૂલ ફેક્ટરી, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને ગિફ્ટ સિટી જેવા મહત્વના સ્થળોની મુલાકાત લેશે.
(रिलीज़ आईडी: 2171210)
आगंतुक पटल : 28