સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ભારતીય ડાક એક આધુનિક, સર્વસમાવેશક અને ડિજિટલ ટેકનોલોજીથી સશક્ત સંસ્થા તરીકે પરિવર્તિત – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
‘પોસ્ટલ બિઝનેસ ડેવલપમેન્ટ અને આર્થિક સમાવેશન’ મહામેળાનું ગાંધીનગરમાં પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા શુભારંભ
ડાકઘર નિર્યાત કેન્દ્રો દ્વારા સ્થાનિક ઉત્પાદનોને વિદેશોમાં પહોંચાડી ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ની સંકલ્પનાને કરવામાં આવી સાકાર– પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
Posted On:
26 SEP 2025 5:32PM by PIB Ahmedabad
ભારતીય ડાક વિભાગની દૂરદર્શિતા અને ‘ડાક સેવા – જન સેવા’ને અનુરૂપ કાર્યશૈલીને કારણે, ગ્રામ્ય અને દુર્ગમ વિસ્તારો સુધી તેની વિશ્વસનીય સેવાઓની પહોંચ સુનિશ્ચિત થઈ છે અને તેને લોકો વચ્ચે એક મહત્વપૂર્ણ તથા અસરકારક સંસ્થા તરીકે સ્થાપિત કરવામાં આવી છે. પોસ્ટ વિભાગે ભારત સરકારની અનેક અગ્રણી યોજનાઓને પોસ્ટ ઓફિસો મારફતે સફળતાપૂર્વક અમલમાં મૂકી છે. સાથે સાથે પોસ્ટ વિભાગ ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘વિત્તીય સમાવેશન’ જેવી સંકલ્પનાઓને સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા પ્રતિબદ્ધ છે, જેથી દરેક નાગરિકને સરળ, સુરક્ષિત અને વિશ્વસનીય સેવાઓ ઉપલબ્ધ થઈ શકે. સુરક્ષિત રોકાણ અને લાભકારી વ્યાજ દરોના કારણે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ આજે પણ અત્યંત લોકપ્રિય છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે આ વિચારો 26 સપ્ટેમ્બરનાં રોજ રાજધાની ગાંધીનગર સ્થિત ડૉ. આંબેડકર ભવન સભાકક્ષમાં આયોજિત “પોસ્ટલ બિઝનેસ ડેવલપમેન્ટ અને વિત્તીય સમાવેશન” મહામેળાના મુખ્ય અતિથિ તરીકે શુભારંભ કરતા વ્યક્ત કર્યા. મહામેળા મારફતે જ્યાં પોસ્ટની સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી, ત્યાં પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વિવિધ બચત યોજનાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજના, ડાક જીવન વીમા તથા ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના લાભાર્થીઓને પાસબુક અને પોલિસી બોન્ડ પ્રદાન કર્યા. સાથે સાથે તેમણે ઉત્તમ કાર્ય કરનારા પોસ્ટલ કર્મચારીઓને સન્માનિત કરી તેમનું મનોબળ વધાર્યું. આ અવસરે ગાંધીનગર મંડળના પ્રવર ડાક અધિક્ષક શ્રી પિયુષ રાજક અને આઇપીપીબીના ચીફ મેનેજર શ્રી અભિજીત જિભકાટે પણ ઉપસ્થિત રહ્યા.
G62X.jpeg)
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ‘ડાકિયા ડાક લાયા’ થી ‘ડાકિયા બેન્ક લાયા’ સુધીના “અહર્નિશં સેવામહે” સફરમાં ડાક કર્મયોગીઓની ભૂમિકા સતત મહત્વપૂર્ણ પરિવર્તનોથી પસાર થઈ રહી છે. ડાકઘર નિર્યાત કેન્દ્રો દ્વારા ઓડીઓપી, જીઆઈ અને એમએસએમઇ ઉત્પાદનોને વિદેશમાં પહોંચાડીને ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ ની સંકલ્પનાને મજબૂતી આપવામાં આવી રહી છે. શ્રી યાદવે વધુમાં જણાવ્યું કે, પોસ્ટઓફિસમાં એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી શરૂ થયા બાદ ડિજિટલ ચુકવણીમાં વધારો થયો છે, જે ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘કેશલેસ અર્થતંત્ર’ની કલ્પનાને આગળ ધપાવે છે.
આ મહામેળામાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ હેઠળ ડાક ચોપાલનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં આધાર નોંધણી, પાસપોર્ટ સેવાઓ જેવી સરકારી કલ્યાણ યોજનાઓ સાથે સાથે આઇપીપીબી મારફતે ડિજિટલ બેંકિંગ, ડીબીટી, જનરલ ઇન્શ્યોરન્સ અને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી. ખાસ કરીને દૂરના અને નોન-બેન્કિંગ વિસ્તારો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. સ્થાનિક હસ્તકલાકારો અને એમએસએમઇ માટે ઇ-કોમર્સ અને આંતરરાષ્ટ્રીય નિકાસ માટે ડાકઘર નિર્યાત કેન્દ્ર વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું. યુવાનોને ફિલેટેલી (ટપાલ ટિકિટ સંગ્રહ) પ્રત્યે પ્રોત્સાહિત કરતા તેમને ફિલેટેલિક ડિપોઝિટ ખાતા અને માય સ્ટેમ્પ સાથે જોડવામાં આવ્યા.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાની પાસબુક અને ભેટ આપતાં જણાવ્યું કે, દીકરીઓને આ યોજનાના માધ્યમથી સુરક્ષિત ભવિષ્ય આપવું દરેક પરિવારનો સંકલ્પ હોવો જોઈએ. તેમણે કહ્યું કે આ યોજના માત્ર બચતનું માધ્યમ નથી, પરંતુ દીકરીઓના સપનાઓને પાંખ આપનાર યોજના છે. શ્રી યાદવે ઉપસ્થિત તમામ લોકોને અપીલ કરી કે તેઓ નવરાત્રી જેવા પાવન તહેવાર પર દીકરીઓના નામે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ખાતાં ખોલાવી તેમને આર્થિક ભેટ જરૂર આપે. આ અનોખા પ્રયાસ અંતર્ગત સમગ્ર ઉત્તર ગુજરાતમાં 4.77 લાખથી વધુ સુકન્યા સમૃદ્ધિ ખાતાં સંચાલિત છે અને 850 ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ગાંધીનગર મંડળમાં અત્યાર સુધી 89 હજારથી વધુ સુકન્યા સમૃદ્ધિ ખાતાં ખોલવામાં આવ્યા છે અને 286 ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’ જાહેર કરવામાં આવ્યા છે.
ગાંધીનગર મંડળના પ્રવર અધિક્ષક શ્રી પિયુષ રજકે જણાવ્યું કે આ મહામેળાનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય જનતા ને પોસ્ટઓફિસ સાથે જોડાયેલી તમામ કલ્યાણકારી યોજનાઓ વિશે જાગૃત કરવાનો અને વધુથી વધુ લોકોને આ યોજનાઓ સાથે જોડવાનો છે. તેમણે જણાવ્યુ કે હાલમાં ગાંધીનગર મંડળમાં વિત્તીય સમાવેશ હેઠળ કુલ 7.09 લાખ બચત ખાતાં અને 1.4 લાખ આઈપીપીબી ખાતાં સંચાલિત છે. ગાંધીનગરમાં 120 ગામોને ‘સંપૂર્ણ વીમા ગ્રામ’ અને 33 ગામોને ‘સંપૂર્ણ બચત ગ્રામ’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ગાંધીનગર હેડ પોસ્ટઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર મારફતે આ નાણાકીય વર્ષમાં 3 હજારથી વધુ લોકોએ પાસપોર્ટ બનાવ્યો છે. પોસ્ટઓફિસો મારફતે 36 હજારથી વધુ લોકોએ આધાર સેવાઓ પ્રાપ્ત કરી છે, જ્યારે 6 હજાર લોકોએ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક મારફતે સીઇએલસી અંતર્ગત લાભ લીધો છે.
આ અવસરે પ્રવર અધિક્ષક શ્રી પિયુષ રજક, આઇપીપીબી ચીફ મેનેજર શ્રી અભિજીત જિભકાટે, મેનેજર શ્રી નિરંજન ભક્તા, સહાયક અધિક્ષક શ્રી હેમંત કંતાર, શ્રી નિતિન શેન્દ્રે, શ્રી દક્ષેશ ચૌહાણ, શ્રી આશિત કુમાર, નિરીક્ષક શ્રી વી.કે. પ્રજાપતિ, શ્રી ચિરાગ સુથાર, શ્રી એચ.એમ. પરમાર, ગાંધીનગર પોસ્ટમાસ્ટર શ્રી ડી.એમ. રાઠોડ સહિત તમામ સ્થાનિક જનપ્રતિનિધિઓ, પોસ્ટલ કર્મચારીઓ અને સન્માનિત જનતાએ ભાગ લીધો.
(Release ID: 2171800)
Visitor Counter : 24