મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

દેશવ્યાપી અભિયાન ‘સ્વસ્થ નારી સશક્ત પરીવાર' અને ’પોષણ માહ' અંતર્ગત સુરત જિલ્લામાં પોષણ, આરોગ્ય અને શિક્ષણ પ્રત્યે જાગૃતતા વધારવા વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજાઈ

Posted On: 30 SEP 2025 4:14PM by PIB Ahmedabad

 દેશવ્યાપી મેગા કેમ્પઇન ‘સ્વસ્થ નારી સશક્ત પરીવાર’ અંતર્ગત ‘પોષણ માહ’ નિમિત્તે સુરત જિલ્લામાં આરોગ્ય તથા પોષણ જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જેમાં વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા કિશોરીઓ, બાળકો તથા વાલીઓમાં પોષણ, આરોગ્ય અને શિક્ષણ પ્રત્યે જાગૃતતા વધારવાના પ્રયાસો કરાયા હતા.  

આ અભિયાનના ભાગરૂપે વાલીઓ સાથે “બાળકોના પોષણ ભી અને પઢાઈ ભી” જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સંવાદ યોજાયો, જેથી માતા-પિતાને બાળ વિકાસના બન્ને પાસાં અંગે જાગૃત કરી શકાય. સાથે જ કિશોરીઓ માટે મહેંદી સ્પર્ધા યોજાઈ હતી.  સ્વચ્છ પર્યાવરણ અને આરોગ્યપ્રદ જીવનશૈલીને ધ્યાનમાં રાખી પોષણ શપથ તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન થયું હતું.

કિશોરીઓમાં સ્વસ્થ સ્પર્ધાત્મક ભાવનાનો વિકાસ થાય તે માટે સ્વસ્થ કિશોરી હરીફાઇ યોજાઈ હતી. બાળકોના સર્વાંગી વિકાસ માટે વાર્તા અને પપેટ-શો દ્વારા ઇસીસીઇ (Early Childhood Care & Education) ના સત્રો યોજાયા, જેમાં બાળકોને રસપ્રદ રીતે શૈક્ષણિક બાબતો સમજાવવામાં આવી હતી. તેમજ આશા કાર્યકરો અને આંગણવાડી કાર્યકરોને તાલીમ દ્વારા પોષણ અને આરોગ્ય સંબંધિત જાગૃતિ વધારવા તાલીમ આપવામાં આવી હતી.


(Release ID: 2173146) Visitor Counter : 26