માહિતી અને પ્રસારણ મંત્રાલય
સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ આકાશવાણી અમદાવાદ દ્વારા આજે સ્વચ્છતા અંગે જાગૃતિ માટે રેલી યોજાઈ
Posted On:
30 SEP 2025 5:43PM by PIB Ahmedabad
સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ આકાશવાણી અમદાવાદ દ્વારા આજે સ્વચ્છતા અંગે જાગૃતિ માટે રેલી યોજાઈ ગઈ.

આશ્રમ રોડ ખાતે આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી આકાશવાણી અમદાવાદના કાર્યાલય અધ્યક્ષ એન એલ ચૌહાણે આ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. ઇન્કમટેક્સ આશ્રમ રોડથી શરૂ થયેલી આ રેલી જૂની હાઇકોર્ટથી પસાર થઈ આકાશવાણી અમદાવાદ કાર્યાલય ખાતે સમાપ્ત થઈ હતી. આ રેલીમાં કાર્યાલયના 50થી વધુ અધિકારી કર્મચારીઓએ ભાગ લઈ સ્વચ્છતા હી સેવા હૈ, સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે કાર્યાલય અધ્યક્ષ એન એલ ચૌહાણ એ તમામ નાગરિકોને પોતાનો પરિસર, પોતાનું શહેર સ્વચ્છ રાખી દેશને સ્વચ્છ બનાવવામાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
UP9U.jpeg)
તેમણે વધુમાં જણાવ્યું કે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આકાશવાણી કાર્યાલય દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત દર અઠવાડિયે કર્મચારીઓ દ્વારા સામૂહિક શ્રમદાન કરવામાં આવે છે. કાર્યાલયમાં આવતીકાલે સ્વચ્છતા હી સેવા હેઠળ સ્વાસ્થ્ય મિત્રો માટે શિબિર કેમ્પ યોજાશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે સમાચાર વિભાગના પ્રમુખ ડો ચિરાગ ભોરણીયા, કાર્યક્રમ વિભાગના પ્રમુખ ત્રિલોક સંઘાણી સહિત કાર્યાલયના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(Release ID: 2173229)
Visitor Counter : 38