સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

પોસ્ટ વિભાગે OTP આધારિત ડિલિવરી અને એડ્રેસી સ્પેસિફિક ડિલિવરી સાથે સ્પીડ પોસ્ટ સેવાને મૂલ્યવર્ધિત સેવા તરીકે અપગ્રેડ કરી - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ


પોસ્ટ વિભાગે 1 ઓક્ટોબર, 2025 થી સ્પીડ પોસ્ટ સર્વિસના ટેરિફમાં સુધારો કર્યો છે અને સાથે જ જથ્થાબંધ ગ્રાહકો માટે આકર્ષક ડિસ્કાઉન્ટ માળખું પણ બનાવ્યું છે - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ડિજિટાઇઝેશનના યુગમાં OTP આધારિત ડિલિવરી સાથે સ્પીડ પોસ્ટ વધુ સલામત, સુરક્ષિત, સ્માર્ટ અને નાગરિક-મૈત્રીપૂર્ણ બની રહી છે - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

Posted On: 30 SEP 2025 7:17PM by PIB Ahmedabad

પોસ્ટ વિભાગ 1 ઓક્ટોબર 2025 થી સ્પીડ પોસ્ટ સેવાને અપગ્રેડ કરશે. રીઅલ-ટાઇમ ટ્રેકિંગ અને OTP આધારિત ડિલિવરી સાથે, સ્પીડ પોસ્ટ પહેલા કરતાં વધુ સલામત, સુરક્ષિત, સ્માર્ટ અને વધુ નાગરિક-મૈત્રીપૂર્ણ બની રહી છે. હવે, 'રજિસ્ટર્ડ ' અથવા 'રજિસ્ટર્ડ પોસ્ટ' એટલે મૂલ્યવર્ધિત સેવા જે  સ્પીડ પોસ્ટ વસ્તુઓ (દસ્તાવેજો અને પાર્સલ) ની એડ્રેસી સ્પેસિફિક ડિલિવરી કરવા માટે રહેશે. અમદાવાદના ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે પોસ્ટ વિભાગે સ્પીડ પોસ્ટ માટે સુધારેલા ટેરિફ માળખા સાથે 1 ઓક્ટોબરથી અમલમાં આવનાર ફેરફારને સૂચિત કર્યા છે.

               

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે નવી સિસ્ટમ હેઠળ, સ્પીડ પોસ્ટ દસ્તાવેજો અને પાર્સલ કાનૂની દસ્તાવેજો અને વૈધાનિક સંદેશાવ્યવહાર સહિત તમામ પ્રકારની જવાબદાર વસ્તુઓ પહોંચાડવા માટે મૂળભૂત સેવા તરીકે સેવા આપશે. હવે, બુકિંગ દરમિયાન મોકલનાર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર સ્પીડ પોસ્ટ સેવા સરનામું વિશિષ્ટ અથવા જે તે સરનામાં પર લખેલા વ્યક્તિના નામ વિશિષ્ટ (એડ્રેસી સ્પેસિફિક) હશે. એડ્રેસી સ્પેસિફિક ડિલિવરી માટે ₹ 05 પ્રતિ પત્ર (GST વધારા) ના મૂલ્યવર્ધિત વિકલ્પ તરીકે ચૂકવવાના રહેશે. સ્પીડ પોસ્ટ વસ્તુઓ પર વીમા સુવિધા રાબેતા મુજબ ચાલુ રહેશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વધુમાં ઉમેર્યું હતું કે, ઉપરાંત, 01 ઓક્ટોબર 2025 થી, સ્પીડ પોસ્ટ દસ્તાવેજ અને પાર્સલમાં મૂલ્યવર્ધિત સેવા તરીકે OTP આધારિત ડિલિવરી શરૂ કરવામાં આવશે. ગ્રાહકોએ OTP આધારિત ડિલિવરીની સુવિધા મેળવવા માટે બુકિંગ સમયે વધારાના ચાર્જ તરીકે ₹ 05 (GST વધારાનો) ચૂકવવાંના  રહેશે. ડિજિટાઇઝેશનના યુગમાં એક મોટી છલાંગ છે. APT 2.0 આધારિત પ્લેટફોર્મ (ક્લાઉડ-રેડી સિસ્ટમ) થયા પછી OTP-આધારિત ડિલિવરીની ગ્રાહક-કેન્દ્રિત સુવિધાઓ ચાલુ કરી શકાઈ છે જે  ઇન્ડિયા પોસ્ટને આધુનિક પબ્લિક લોજિસ્ટિક્સ ઓર્ગેનાઇઝેશનમાં રૂપાંતરિત કરશે. પગલું એકાઉન્ટેબલ મેઇલ ડિલિવરીને સુવ્યવસ્થિત કરશે, સેવાઓમાં ઓવરલેપ ઘટાડશે અને વપરાશકર્તા ના અનુભવને સુધારશે.

સાથે, પોસ્ટ વિભાગે 01 ઓક્ટોબર 2025 થી સ્પીડ પોસ્ટ દસ્તાવેજો માટે ટેરિફમાં પણ સુધારો કર્યો છે. ભારતીય ટપાલ સેવાના અધિકારી શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે, પ્રથમ 50 ગ્રામ માટે નવા દર (GST સિવાય) જે શહેરની અંદર ડિલિવરી માટે ₹ 19 અને ભારતમાં ડિલિવરી માટે ₹ 47 રહેશે. ત્યારબાદ, અંતર અને વજનના આધારે, પોસ્ટ વિભાગ દ્વારા ગેઝેટેડ સૂચના દ્વારા નિર્ધારિત દર માળખું લાગુ કરવામાં આવેલ છે. જોકે, ભારતમાં સૌથી લાંબા રૂટ ડિલિવરી સાથે 500 ગ્રામ વજનવાળા સ્પીડ પોસ્ટ દસ્તાવેજ માટે મહત્તમ ટેરિફ ₹ 93 (GST વધારાનો) રહેશે. તેથી, અપડેટેડ સ્પીડ પોસ્ટ દરો બજારલક્ષી, પારદર્શક, અને વાજબી છે જેમાં GST સ્પષ્ટ રીતે અલગ પાડવામાં આવ્યા છે. -કોમર્સ વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે કરાર આધારિત ગ્રાહકો જેઓ ₹ 9 લાખનો લઘુત્તમ માસિક વ્યવસાય પ્રદાન કરે છે એમના માટે બુકિંગ રકમ પર ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે જેનો લાગુ ડિસ્કાઉન્ટ દર 10% થી 50% સુધીનો છે.

ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયા પોસ્ટે 1 ઓગસ્ટ, 1986 ના રોજ પત્રો અને પાર્સલ માટે સમય-બાઉન્ડ, કાર્યક્ષમ અને સુરક્ષિત ડિલિવરી સેવા તરીકે તેની સ્પીડ પોસ્ટ સેવા શરૂ કરી હતી. શરૂઆતમાં "EMS સ્પીડ પોસ્ટ" નામની સેવા ઈન્ડિયા પોસ્ટના આધુનિકીકરણના પ્રયાસોનો મુખ્ય ભાગ હતી જેથી સમગ્ર દેશમાં ઝડપી અને વધુ વિશ્વસનીય ડિલિવરી આપીને ખાનગી કુરિયર કંપનીઓ સાથે સ્પર્ધા કરી શકાય
 


(Release ID: 2173812) Visitor Counter : 11
Read this release in: English