જળશક્તિ મંત્રાલય
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં બહેનો માટે આત્મનિર્ભરતા પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો
જરી-જરદોશનું ઉત્પાદન એ કલાકાર બહેનોની કલા, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનું જીવંત પ્રતિક: કેન્દ્રીય જળશક્તિ મંત્રી
અમી હેન્ડીક્રાફ્ટસનું ‘વોકલ ફોર લોકલ’ અને ‘સ્વદેશી અભિયાન’માં મહત્વપૂર્ણ યોગદાન
પૂર્વ કેન્દ્રીય ટેક્ષટાઈલ અને રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશની વિશેષ ઉપસ્થિતિ
Posted On:
02 OCT 2025 3:57PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના ‘સ્વદેશી અભિયાન’ અને ‘વોકલ ફોર લોકલ’ સંકલ્પને અનુસરીને સંસ્થા 'અમી હેન્ડીક્રાફ્ટસ' દ્વારા સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રશિક્ષિત બહેનો માટે આત્મનિર્ભરતા પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, જરી-જરદોશનું ઉત્પાદન એ કલાકાર બહેનોની કલા, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનું જીવંત પ્રતિક છે. દેશમાં રહેલી અસંખ્ય કળાઓ, સંસ્કૃતિઓ અને હસ્તકળાઓનું મૂલ્ય આપણે જ ઓળખી તેમને ગૌરવ આપવું એ આપણા સૌની ફરજ છે. હેન્ડીક્રાફ્ટસ વડે સ્વદેશી ઉત્પાદનો ભારતીય અર્થતંત્રને મજબૂત બનાવે છે અને દરેક નાગરિકમાં ‘મેઇડ ઇન ઈન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડ’ની ભાવના જગાવે છે.
પૂર્વ કેન્દ્રીય ટેક્ષટાઈલ અને રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે કહ્યું હતું કે, અમી હેન્ડીક્રાફ્ટસ બહેનોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં સતત કાર્યરત છે. જરી-જરદોશીની પરંપરાગત કળા આધુનિક બજાર સાથે જોડાઈ રહી છે અને બહેનો પોતાની કળા દ્વારા જીવનની નવી ઊંચાઈઓ સ્પર્શી રહી છે. આધુનિક બજારની જરૂરિયાતો મુજબ સુરતની ઓળખ એવી જરી-જરદોશી કળા થકી ઉત્તમ અને વૈવિધ્યસભર ઉત્પાદનો લોકપ્રિય બની રહ્યા છે. બહેનો દ્વારા હસ્તનિર્મિત જરી-જરદોશીના ઉત્પાદનોને જનસામાન્ય સુધી પહોંચાડીને મહિલાઓની આવકમાં વધારો કરવાનો ઉદ્દેશ છે.
7H59.jpeg)
વોકલ ફોર લોકલ અને ઘર ઘર સ્વદેશી અભિયાનમાં જોડાઈ સુરતની જરી જરદોશીની પરંપરાગત કળાને જાળવવા તેમણે ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
કેન્દ્રીય જળશક્તિમંત્રીના હસ્તે તાલીમ પૂર્ણ કરીને સરકાર માન્યતા પ્રાપ્ત આર્ટિઝન તરીકે રજિસ્ટર થયેલ બહેનોને આર્ટીઝન કાર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ બહેનોએ જરી જરદોશીમાંથી પ્રથમ વખત GI ટેગ સાથેની ફ્રેમ, બોક્સ, જ્વેલરી બોક્સ, ટ્રે, પર્સ, શૂઝ, ભગવાનના વાઘા જેવી વિવિધ ચીજવસ્તુઓ માટે બનાવટ અને માર્કેટિંગની તાલીમ મેળવી છે.

સરકાર દ્વારા હસ્તકલા મેળા, ઈન્ડસ્ટ્રીયલ એક્સ્પો અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં સુરતની જરી જરદોશીને પ્રોત્સાહન મળ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત સુરતની પરંપરાગત જરી-જરદોશી કળાના ઉત્પાદનોને ગાંધી જયંતીથી દિવાળી સુધી વેચાણ માટે પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન ખરીદી ઉપર વિશેષ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.
આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ, અમી હેન્ડીક્રાફ્ટ ના ડિરેક્ટરશ્રીઓ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, શ્રીમતી ભાવનાબેન દેસાઈ, આશયભાઈ જરદોશ, ભરતભાઈ પટેલ, કિશોરભાઈ જરીવાળા, તુષારભાઈ દેસાઈ, રુચિતાબેન જરદોશ, ચેરમેન ભાવનાબેન દેસાઈ, કિશોરભાઈ જરીવાલા, મનપાના સાંસ્કૃતિક સમિતિ અધ્યક્ષ સોનલબેન દેસાઈ સહિત અમી હેન્ડીક્રાફ્ટસ દ્વારા પ્રશિક્ષિત બહેનો ટ્રેનર બહેનો, અન્ય તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહી હતી. -
સુરતની જરી-જરદોશી કળા GI ટેગ (Geographical Indication) ધરાવે છે
સુરત વિશ્વવિખ્યાત છે તેની વિશિષ્ટ જરી-જરદોશી કળા માટે, જે હવે માત્ર પરંપરાગત વસ્ત્રો પૂરતી મર્યાદિત રહી નથી, પણ વિવિધ નવનવાં ઉપયોગી અને આકર્ષક ઉત્પાદનોમાં રૂપાંતર પામી રહી છે. આ તમામ ઉત્પાદનોમાં ઉપયોગ થતી જરી-જરદોશી કળા એ GI ટેગ (Geographical Indication) ધરાવે છે, જે તેની વિશિષ્ટતા, પરંપરા અને ખંતભરી હસ્તકળાને માન્યતા આપે છે.
જરી-જરદોશીથી તૈયાર થતા ખાસ ઉત્પાદનો:
• કી બોક્સ
• પર્સ અને સોફ્ટ પર્સ
• શૂઝ, ચપ્પલ, મોજડી
• ભગવાનના વાઘા (પોશાક)
• હાથના પંખા
• ટ્રે, પેન બોક્સ, કોસ્ટર, ટિસ્યુ બોક્સ
• સિલ્ક અને જેકોર્ડ ફેબ્રિક્સ પર દેવદેવીઓની છબીઓ
• સેન્ડીલે વર્કથી વિશિષ્ટ હસ્તકલા
(Release ID: 2174164)
Visitor Counter : 32