ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા અને મેયર શ્રી ભરતભાઈ બારડના હસ્તે સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરાયું
આ મેળામાં તા. 5 થી 15 ઓક્ટોબર સુધી સ્વદેશી ચીજ વસ્તુઓનું વેચાણ કરાશે
Posted On:
05 OCT 2025 9:15PM by PIB Ahmedabad
ભાવનગર શહેરના જવાહર મેદાનમાં મહાનગરપાલિકા દ્વારા આયોજિત તારીખ 5 થી 15 ઓક્ટોબર-2025 સુધી યોજાનાર સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા અને ભાવનગરના મેયર શ્રી ભરતભાઈ બારડના હસ્તે કરવામાં આવ્યું હતુ. આ સ્વદેશી મેળો તા. 5 થી 15 ઓક્ટોબર-2025 સુધી સવારે 10:00 કલાકથી રાત્રે 10:00 કલાક સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. 'ભાવનગર શોપિંગ ફેસ્ટીવલ-2025' સ્વદેશી મેળો સ્વદેશી ઉત્પાદનોના વેચાણને પ્રોત્સાહન મળે અને સ્થાનિક ઉદ્યોગોને મજબૂતી આપવાના હેતુથી યોજાવામાં આવ્યો છે.

આ તકે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિવિધ સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં મેયર શ્રી ભરતભાઈ બારડ તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયાએ પ્રસંગોચિત ઉદ્બોધન કરીને સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
કાર્યક્રમના પ્રારંભમાં સ્વાગત પ્રવચન ભાવનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી ડૉ. એન.કે. મીનાએ કર્યું હતું.
6KIA.jpeg)
સ્વદેશી મેળા ખાતે એક્ટિવિટી ઝોનમાં વિવિધ કાર્યક્રમો જેમ કે, તા. 6/10/2025 - પરંપરાગત નૃત્ય સ્પર્ધા, તા-7/10/2025 ડ્રોઈન્ગ & સ્કેચિંગ સ્પર્ધા, તા-8/10/2025 મહેંદી સ્પર્ધા, તા-9/10/2025-રંગોલી સ્પર્ધા, તા-10/10/2025 આર્ટ કાફટ સ્પર્ધા, 11/10/2025 વાનગી સ્પર્ધા, તા-14/10/2025 -ટ્રેડીશનલ ડ્રેસ સ્પર્ધા પણ યોજાશે. આ સિવાય પણ કિડ્ઝ ઝોનમાં નાના બાળકો માટે આઉટડોર રમત ગમતની પ્રવૃત્તિ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવનગરના શહેરીજનો માટે વિવિધ રોપાઓનું વિનામૂલ્યે વિતરણ સ્વદેશી મેળામાં કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જયશ્રીબેન જરુ સહિતના અધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ,પદાધિકારીશ્રીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
(Release ID: 2175154)
Visitor Counter : 19