આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

7 ઓક્ટોબર 2025ના રોજ ઔદ્યોગિક એકમો/ઉદ્યોગસાહસિકો માટે પરિષદનું આયોજન

Posted On: 06 OCT 2025 9:00PM by PIB Ahmedabad

ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) હેઠળ નેશનલ સ્ટેટીસ્ટિકલ ઓફિસ (NSO) 1950થી ભારતમાં વિવિધ સર્વેક્ષણો કરી રહ્યું છે. ખાનગી કોર્પોરેટ ક્ષેત્રના સાહસો પાસેથી મૂડી ખર્ચ (CAPEX) યોજનાઓ પર મૂલ્યવાન ડેટા એકત્રિત કરવા માટે ખાનગી ક્ષેત્રના CAPEX રોકાણ હેતુઓ: 2025-26નો મુખ્ય સ્ત્રોત CAPEX 2025 છે અને વાર્ષિક ઉદ્યોગ સર્વેક્ષણ (ASI) ભારતમાં ઔદ્યોગિક આંકડા મેળવવા માટે છે. બંને સર્વેક્ષણો વાર્ષિક ધોરણે કલેક્શન ઓફ સ્ટેટીસ્ટિકસ એક્ટ,  2008 (2009 ના 7),  જે  2017માં સુધારેલ છે, અને જન વિશ્વાસ  (જોગવાઈઓમાં સુધારો) એક્ટ, 2023 નં. 18, 2023 અને 2024માં તેના હેઠળ બનાવેલા નિયમો હેઠળ હાથ ધરવામાં આવે છે.

સર્વેક્ષણ દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ આંકડાકીય હેતુઓ માટે થાય છે; રોકાણના ઇરાદા અને કુલ સ્થાનિક ઉત્પાદનમાં ઔદ્યોગિક ક્ષેત્રના યોગદાનનો અંદાજ કાઢવા અને ઔદ્યોગિક વિકાસ માટે નીતિઓ ઘડવામાં સરકારને મદદ કરવા માટે છે.

શ્રી જુનૈદ ફારૂકી, ડીડીજી અને રાજ્ય વડા (ગુજરાત) ના સક્ષમ માર્ગદર્શન હેઠળ પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદ, 7 ઓક્ટોબર 2025 ના રોજ ઔદ્યોગિક એકમો/ઉદ્યોગસાહસિકો માટે પરિષદનું આયોજન કરી રહ્યું છે. પરિષદનો ઉદ્દેશ્ય ઔદ્યોગિક એકમો/ઉદ્યોગસાહસિકોમાં CAPEX 2025 અને ASI 2024-2025 ના સ્વ-સંકલન જાગૃતિની પ્રક્રિયાને સમજવામાં જાગૃતિ લાવવાનો છે. રિટર્ન ભરવા માટે પસંદ કરાયેલા એન્ટરપ્રાઇઝ અને ઉત્પાદન ક્ષેત્રના કારખાનાઓના પ્રતિનિધિઓ CAPEX અને ASI રિટર્ન સમયસર ભરવા માટે પરિષદમાં હાજરી આપી શકે છે.

 


(Release ID: 2175583) Visitor Counter : 49
Read this release in: English