સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ભારતીય ડાક વિભાગ દ્વારા આંતરિક સ્પીડપોસ્ટ (દસ્તાવેજ)ના દરમાં ફેરફાર અને નવી સુવિધાઓની જાહેરાત
Posted On:
29 SEP 2025 7:49PM by PIB Ahmedabad
ભારતીય ડાક વિભાગે 1 ઓગસ્ટ 1986ના રોજ સ્પીડપોસ્ટની સુવિધા શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ દેશભરમાં પત્રો અને પાર્સલોની ઝડપી અને વિશ્વસનીય ડિલિવરી સુનિશ્ચિત કરવાનો હતો. ભારતીય ડાકના આધુનિકીકરણ પ્રયાસોના ભાગરૂપે શરૂ થયેલી આ સેવા સમયબધ્ધ, કાર્યક્ષમ અને સુરક્ષિત રીતે ડાક વિતરણ માટે રચાઈ હતી. છેલ્લા ઘણા વર્ષોથી સ્પીડપોસ્ટ લોકપ્રિય અને વિશ્વસનીય સેવાનાં સ્વરૂપે ઉભરી છે અને ખાનગી કુરિયર કંપનીઓ સામે પોતાનું મજબુત સ્થાન જાળવી રાખ્યું છે.
ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સ્પીડપોસ્ટમાં સતત સુધારાઓ કરવામાં આવ્યા છે. હવે આ સેવામાં વધુ વિશ્વસનીયતા, સુરક્ષા અને ગ્રાહકોની સગવડતાને ધ્યાનમાં રાખી કેટલીક નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે:
● OTP આધારિત સુરક્ષિત ડિલિવરી
● ઓનલાઇન ચુકવણીની સુવિધા
● SMS આધારિત ડિલિવરી સૂચનાઓ
● આરામદાયક ઓનલાઈન બુકિંગ સુવિધા
● રીઅલ ટાઈમ ડિલિવરી અપડેટ્સ
● વપરાશકર્તાઓ માટે નોંધણી સુવિધા
છેલ્લે ઓક્ટોબર 2012માં સ્પીડ પોસ્ટના દરોમાં ફેરફાર કરવામાં આવ્યોં હતો. પ્રવર્તમાન સુધારાઓને આગળ વધારવા, વધતા સંચાલન ખર્ચને સમાવવા અને નવીન યોજનાઓમાં રોકાણ માટે સ્પીડ પોસ્ટ (દસ્તાવેજો)ના દરોમાં તર્કસંગત સુધારા કરવામાં આવ્યા છે. આ સુધારેલા દરો 1 ઓક્ટોબર 2025થી લાગુ પડશે, જેનો ઉલ્લેખ ગેઝેટ સુચના નં. 4256, તારીખ 25.09.2025માં કરવામાં આવ્યો છે.
સુધારેલ દરોનું માળખું નીચે મુજબ છે.
વજન/અંતર
|
સ્થાનિક
|
200 કિમી સુધી
|
201 થી 500 કિમી
|
501 થીં 1000 કિમી
|
1001 થી 2000 કિમી
|
2000 કિમીથી વધારે
|
50 ગ્રામ સુધીં
|
19
|
47
|
47
|
47
|
47
|
47
|
51 ગ્રામથી 250 ગ્રામ
|
24
|
59
|
63
|
68
|
72
|
77
|
251 ગ્રામથી 500 ગ્રામ
|
28
|
70
|
75
|
82
|
86
|
93
|
નોંધ: GST દર વધારાના રૂપરેખામાં લાગુ રહેશે.
સ્પીડ પોસ્ટમાં નવી સુવિધા
સ્પીડ પોસ્ટ હેઠળ પંજીકરણ (Registration) સેવા – દસ્તાવેજો અને પાર્સલ બંને માટે ઉપલબ્ધ છે. રજીસ્ટ્રેશનની સેવા હેઠળ પ્રાપ્તકર્તા અથવા તેના દ્વારા અધિકૃત કરાયેલ વ્યક્તિને જ ડિલીવરી કરવાની જોગવાઈથી ઝડપની સાથે વિશ્વસનીયતા પણ જળવાશે. રજીસ્ટ્રેશનની સેવા માટે પ્રતિ દસ્તાવેજ ₹5+ લાગુ GSTનું નજીવો ચાર્જ લાગશે.
OTP આધારિત ડિલિવરી સુવિધા માટે પ્રતિ સ્પીડ પોસ્ટ દસ્તાવેજ 5 રૂ + GST લાગુ થશે. આ સુવિધા હેઠળ, ડિલીવરી સ્ટાફ દ્વારા પ્રાપ્તકર્તા પાસેથી યોગ્ય OTPની ચકાસણી પછી જ ડિલીવરી કરવામાં આવશે.
સ્પીડ પોસ્ટ સેવાઓને વિદ્યાર્થીઓ માટે વધુ સુલભ બનાવવા માટે સ્પીડ પોસ્ટના દર પર 10% વળતર જાહેર કરવામાં આવ્યા છે. ઉપરાંત, નવા બલ્ક ગ્રાહકો માટે 5% વિશેષ વળતરની જોગવાઈ કરવામાં આવી છે
આ તમામ પહેલો ભારતીય ડાકના એક આધુનિક, સુરક્ષિત અને પારદર્શક સેવા આપવા તરફના સતત પ્રયત્નોનો ભાગ છે. નવીનતાઓ અને વિશ્વસનીય સુવિધાઓ સાથે, સ્પીડ પોસ્ટ સેવા બદલાતી જરૂરિયાતો સાથે સતત પરિવર્તનશીલ છે અને દેશની સૌથી વિશ્વસનીય અને વ્યાજબી ડિલિવરી ભાગીદાર તરીકે પોતાનું સ્થાન મજબુત કરે છે.
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2175673)
Visitor Counter : 10