ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

વિકાસ સપ્તાહ:24 વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણનાં


8 ઓકટોબરે ભાવનગર ખાતે કેન્દ્રીય રાજયકક્ષાના મંત્રી શ્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને 'યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તીકરણ' સમારંભ યોજાશે

'મેગા જોબફેર' તથા‌ તાલીમાર્થીઓને રોજગાર પત્ર તેમજ પ્રોવિઝનલ પ્લેસમેન્ટ લેટર એનાયત કરાશે

Posted On: 07 OCT 2025 6:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સુશાસનના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતમાં તા.07 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે‌ ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ભાવનગર અને બોટાદના સાંસદ અને ગ્રાહકોની બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ કેન્દ્રિય રાજયકક્ષાના મંત્રી શ્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને તા.8 ઓક્ટોબર,2025ને બુધવારના રોજ સવારે 11:45 કલાકે ભાવનગર શહેરનાં શ્રી અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર ખાતે 'યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તકરણ' સમારંભ યોજાશે.

આ સમારંભમાં "મેગા જોબફેર" તથા‌ તાલીમાર્થીઓને રોજગાર પત્ર તેમજ પ્રોવિઝનલ પ્લેસમેન્ટ લેટર એનાયત કરાશે.આ ઉપરાંત આઈ.ટી.આઈ.ના અપગ્રેડેશન માટે MOU પણ કરાશે.

અત્રે નોંધનીય છે કે,મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી એક રાજ્ય કક્ષાનો "યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તીકરણ સમારંભ" અને બાકીના 32 જિલ્લાકક્ષાએ સમાંતર કાર્યક્રમ યોજવાનું આયોજન છે અને આ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જિલ્લાકક્ષાના કાર્યક્રમોમાં જીવંત પ્રસારણ કરાશે.આ કાર્યક્રમમાં ચાલુ વર્ષમાં રોજગાર મેળા મારફતે પસંદગી પામેલ 50000 જેટલા યુવાનોને રોજગાર એનાયતપત્ર, 25000થી વધુ આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓને પ્રોવીઝનલ ઓફર લેટર(POL) વિતરણ તેમજ 100 જેટલા ઉદ્યોગો સાથે આઈ.ટી.આઈ.ના અપગ્રેડેશન માટે MOU કરવામાં આવનાર છે. તેમ ભાવનગરની ઔધોગિક તાલીમ સંસ્થાનાના આચાર્યશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.


(Release ID: 2175937) Visitor Counter : 15