કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

નવી દિલ્હીમાં 'વિવિંગ ઈન્ડિયા ટુગેધર' વિષય પર રાષ્ટ્રીય સંમેલનમાં કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ વણકરો અને કારીગરો સાથે વાર્તાલાપ કર્યો


રાષ્ટ્રીય સંમેલનમાં કેન્દ્રીય મંત્રીએ પૂર્વોત્તર કારીગરીની પ્રશંસા કરી; ગ્રામીણ કારીગરીને પ્રોત્સાહન આપવા બદલ ICAR અને CAU ઇમ્ફાલને માન્યતા આપવામાં આવી

प्रविष्टि तिथि: 08 OCT 2025 8:21PM by PIB Ahmedabad

નવી દિલ્હીમાં NASC સંકુલના સી. સુબ્રમણ્યમ ઓડિટોરિયમ ખાતે આયોજિત 'વિવિંગ ઈન્ડિયા ટુગેધર' વિષય પર રાષ્ટ્રીય સંમેલનમાં એક ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વણકરો અને કારીગરોએ આયોજકો અને સહભાગીઓ સાથે સક્રિય રીતે ભાગ લીધો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી, શ્રી શિવરાજ સિંહ ચૌહાણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને પૂર્વોત્તરના કારીગરો અને વણકરો સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેમની સમૃદ્ધ કારીગરી અને સાંસ્કૃતિક વારસાની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત અન્ય મહાનુભાવોમાં ICARના ડિરેક્ટર જનરલ અને DARE સચિવ ડૉ. માંગી લાલ જાટ અને ડૉ. રાજબીર સિંહ, DDG કૃષિ વિસ્તરણ, ICARનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમ કારીગરોને તેમના અનુભવો, પડકારો અને આકાંક્ષાઓ વ્યક્ત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું, અને નીતિ નિર્માતાઓ અને અધિકારીઓને પરંપરાગત કારીગરી અને આધુનિક બજારો વચ્ચેના તાલમેલને મજબૂત બનાવવાની રીતો પર ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું. આ કાર્યક્રમે ગ્રામીણ કારીગરોના સમાવેશી વિકાસ દ્વારા 'વોકલ ફોર લોકલ' અને આત્મનિર્ભર ભારતના વિઝન પર વધુ ભાર મૂક્યો હતો.

આ કાર્યક્રમમાં સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, ઇમ્ફાલ દ્વારા વણાટ પરંપરાઓને પ્રોત્સાહન આપવા, કારીગરોને તાલીમ આપવા અને સમુદાય હસ્તકલા માટે આર્થિક તકો સક્ષમ બનાવવાના પ્રયાસોને પણ માન્યતા આપવામાં આવી અને પ્રશંસા કરવામાં આવી હતી.

SM/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2176561) आगंतुक पटल : 32
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Punjabi