રાષ્ટ્રપતિ સચિવાલય
રાષ્ટ્રપતિ 9 થી 11 ઓક્ટોબર સુધી ગુજરાતની મુલાકાત લેશે
Posted On:
08 OCT 2025 5:23PM by PIB Ahmedabad
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 9 થી 11 ઓક્ટોબર, 2025 સુધી ગુજરાતની મુલાકાત લેશે.
રાષ્ટ્રપતિ 9 ઓક્ટોબરની સાંજે રાજકોટ પહોંચશે.
10 ઓક્ટોબરના રોજ, રાષ્ટ્રપતિ સોમનાથ મંદિરની મુલાકાત લેશે અને આરતી કરશે. તે જ દિવસે તેઓ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની પણ મુલાકાત લેશે અને સાસણ ગીરમાં સ્થાનિક આદિવાસી સમુદાયના સભ્યો સાથે સંવાદ કરશે.
11 ઓક્ટોબરના રોજ, રાષ્ટ્રપતિ દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં દર્શન અને આરતી કરશે. તે જ દિવસે, તેઓ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના 71મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે.
SM/DK/GP/JD
(Release ID: 2176577)
Visitor Counter : 22