ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક યોજાઈ


મંત્રીશ્રીએ જિલ્લામાં વિવિધ યોજનાઓની અમલવારી તેમજ તેના લક્ષ્યાંકો અંગે સમીક્ષા કરી

નમો પ્રગતિ શક્તિ પોર્ટલ, નમો જન સેતુ પોર્ટલ અને સાંસદ લોકસેતુ મોબાઈલ એપ્લિકેશન પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી માહિતી અપાઈ

Posted On: 09 OCT 2025 12:22PM by PIB Ahmedabad

ભાવનગર કલેકટર કચેરી ખાતેના આયોજન હોલમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની અધ્યક્ષતામાં જિલ્લાની તમામ કચેરીઓનાં વડાઓ સાથે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

દિશાની બેઠકમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી યોજના (મનરેગા યોજના), રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, સાંસદ આદર્શ ગામ, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, શૈક્ષણિક યોજનાઓ, પશુપાલન, પુરક પોષણ, કિશોરી શક્તિ યોજના, પોષણ અભિયાન તેમજ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, મધ્યાહન ભોજન યોજના, કુટીર ઉદ્યોગ, આંગણવાડીઓ, માતૃ વંદના યોજના, આરોગ્ય ક્ષેત્રે થયેલા કામો, સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ, સુજલામ સુફલામ તેમજ સિંચાઈના કામો, કૃષિ ક્ષેત્રે થયેલા કામો, વાસ્મો, ભારત સંચાર નિગમ લિ., જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રેલવે, પાણી પુરવઠા, નેશનલ હાઇવે ઓથોરિટી, જિલ્લા ઉદ્યોગ, પી.જી.વી.સી.એલ દ્વારા ચાલતી વિવિધ માનવ કલ્યાણ યોજનાઓ વગેરે યોજનાઓમાં પૂર્ણ થયેલ કામો, પ્રગતિ હેઠળના કામો તેમજ આયોજન કરેલ કામોની સમીક્ષા કરી જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું તથા બેઠકમાં લેવાયેલ નિર્ણયોની ચુસ્ત અમલવારી તેમજ પડતર પ્રશ્નોનું ફોલો-અપ લેવા પણ સુચન કર્યુ હતું.

ભાવનગર અને બોટાદની જનતા માટે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાનાં હસ્તે લોન્ચ કરવામાં આવેલ ત્રણ નવી ડિજિટલ પહેલનો નમો પ્રગતિ શક્તિ પોર્ટલ, નમો જન સેતુ પોર્ટલ અને સાંસદ લોકસેતુ મોબાઈલ એપ્લિકેશન અંગે વિડિયો તથા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી માહિતી આપવામાં આવી હતી.

આ બેઠકમાં મેયરશ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ અને ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયા, જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, પોલીસ અધીક્ષક શ્રી નીતેશ પાંડે , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જયશ્રીબેન જરૂ તથા દિશા કમિટીના સભ્યશ્રીઓ તેમજ અધિકારીશ્રી- પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2176664) Visitor Counter : 17