પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ભારત - યુકે સી.ઈ.ઓ. ફોરમ દરમિયાન પ્રધાનમંત્રીનું સંબોધન

Posted On: 09 OCT 2025 4:41PM by PIB Ahmedabad

પરમ આદરણીય, પ્રધાનમંત્રી સ્ટાર્મર, ભારત અને યુકેના વ્યાપાર અગ્રણીઓ,

નમસ્કાર! ભારત-યુકે સીઈઓ ફોરમની આ બેઠકમાં આજે સામેલ થવું મારા માટે ખૂબ જ ખુશીની વાત છે.

સૌ પ્રથમ, હું પ્રધાનમંત્રી સ્ટાર્મરનો તેમના અમૂલ્ય વિચારો માટે આભાર વ્યક્ત કરું છું. વીતેલા વર્ષોમાં આપ સૌ વ્યાપાર અગ્રણીઓના સતત પ્રયાસોથી આ ફોરમ ભારત-યુકે વ્યૂહાત્મક ભાગીદારીના એક મહત્ત્વપૂર્ણ સ્તંભ તરીકે ઉભરી આવ્યું છે. હમણાં જ તમારા વિચારો સાંભળીને મારો વિશ્વાસ વધુ દૃઢ થયો છે કે આપણે કુદરતી ભાગીદારો (natural partners) તરીકે વધુ ઝડપથી આગળ વધીશું અને આ માટે હું આપ સૌનું અભિનંદન કરું છું.

મિત્રો, વર્તમાન વૈશ્વિક અસ્થિરતા વચ્ચે આ વર્ષ ભારત-યુકે સંબંધોની સ્થિરતા વધારનારું રહ્યું છે... અભૂતપૂર્વ રહ્યું છે. આ વર્ષે જુલાઈમાં મારી યુકે યાત્રા દરમિયાન અમે કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ, એટલે કે સીટા (CETA), પર હસ્તાક્ષર કર્યા હતા. આ ઐતિહાસિક સિદ્ધિ માટે હું મારા મિત્ર પ્રધાનમંત્રી સ્ટાર્મરની પ્રતિબદ્ધતા અને તેમના વિઝનની હૃદયપૂર્વક પ્રશંસા કરું છું અને તેમનું અભિનંદન કરું છું.

આ માત્ર એક વેપાર કરાર નથી, પરંતુ વિશ્વની બે મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે વહેંચાયેલી પ્રગતિ (shared progress), વહેંચાયેલી સમૃદ્ધિ (shared prosperity) અને વહેંચાયેલા લોકો (shared peoples)નો રોડમેપ છે. બજારની પહોંચની સાથે સાથે આ કરાર બંને દેશોમાં MSMEsને બળ આપશે. તેનાથી લાખો યુવાનો માટે રોજગારના નવા દ્વાર પણ ખુલશે.

સાથીઓ, આ સીટા તેની સંપૂર્ણ ક્ષમતાને પ્રાપ્ત કરી શકે, તે માટે હું આ સીટાના ચાર નવા પરિમાણો તમારી સમક્ષ રાખવા માંગુ છું. આ મારા સીટાના જે નવા પરિમાણો છે, કદાચ તેને ઘણો વ્યાપક આધાર આપશે.

  • C, એટલે કે કોમર્સ એન્ડ ઇકોનોમી (Commerce & Economy)
  • E, એટલે કે એજ્યુકેશન એન્ડ પીપલ-ટુ-પીપલ ટાઇઝ (Education & People-to-People Ties)
  • T, એટલે કે ટેક્નોલોજી એન્ડ ઇનોવેશન (Technology & Innovation)
  • A, એટલે કે એસ્પિરેશન્સ (Aspirations)

આજે આપણો દ્વિપક્ષીય વેપાર લગભગ 56 બિલિયન ડોલર છે. અમે 2030 સુધીમાં તેને બમણો કરવાનું લક્ષ્ય રાખ્યું છે. મને વિશ્વાસ છે કે, આ લક્ષ્ય આપણે સમય પહેલા જ હાંસલ કરી શકીએ છીએ.

સાથીઓ, આજે ભારતમાં નીતિની સ્થિરતા (policy stability), અનુમાનિત નિયમન (predictable regulation) અને મોટા પાયે માંગ (large-scale demand) છે. આવામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફાર્મા, એનર્જી, ફાયનાન્સ સહિત દરેક ક્ષેત્રમાં અભૂતપૂર્વ તકો મોજૂદ છે.

આ પણ ખુશીની વાત છે કે યુકેની 9 યુનિવર્સિટીઓ ભારતમાં પોતાનું કેમ્પસ ખોલવા જઈ રહી છે. 26આવનારા સમયમાં એકેડેમિયા-ઇન્ડસ્ટ્રીની ભાગીદારી, આપણી ઇનોવેશન ઇકોનોમીનું સૌથી મોટું ડ્રાઇવિંગ ફોર્સ બનશે.

સાથીઓ, આજે ટેલિકોમ, AI, બાયોટેક, ક્વાન્ટમ, સેમિકન્ડક્ટર, સાયબર અને સ્પેસ જેવા ક્ષેત્રોમાં આપણી વચ્ચે સહયોગની અગણિત નવી સંભાવનાઓ બની રહી છે. ડિફેન્સના ક્ષેત્રમાં પણ, આપણે સહ-ડિઝાઇન (co-design) અને સહ-ઉત્પાદન (co-production) તરફ આગળ વધી રહ્યા છીએ.

હવે સમય છે કે આપણે આ બધી સંભાવનાઓને કોંક્રિટ સહયોગમાં બદલવા પર તેજ ગતિથી કામ કરીએ. ક્રિટિકલ મિનરલ્સ, રેર-અર્થ, API જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં આપણે માળખાગત રીતે આગળ વધવું જોઈએ. તેનાથી આપણા સંબંધોને એક ભાવિ દિશા મળશે.

સાથીઓ, FinTech સેક્ટરમાં આપ સૌએ ભારતની ક્ષમતા જોઈ છે. આજે વિશ્વના લગભગ પચાસ ટકા રિયલ ટાઇમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ ભારતમાં થઈ રહ્યા છે. ફાઇનાન્શિયલ સર્વિસીઝમાં યુકેનો અનુભવ અને ભારતનું DPI મળીને સંપૂર્ણ માનવતાનું હિત કરી શકે છે.

સાથીઓ, આપણા સંબંધોને નવી ઊર્જા આપવા માટે પ્રધાનમંત્રી સ્ટાર્મર અને મેં વિઝન 2035ની જાહેરાત કરી હતી. આ આપણી સહિયારી મહત્વાકાંક્ષાઓની બ્લુપ્રિન્ટ છે. ભારત અને યુકે જેવાં મુક્ત, લોકશાહી સમાજો વચ્ચે, કોઈ પણ ક્ષેત્ર એવું નથી, જેમાં આપણે સહયોગ ન વધારી શકીએ. 38ભારતની ટેલેન્ટ અને સ્કેલ, અને યુકેની R&D અને એક્સપર્ટીઝ- આ સંયોજન મોટા પરિણામો લાવવાની ક્ષમતા રાખે છે. આ આકાંક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓને લક્ષિત અને સમયબદ્ધ રીતે પૂરા કરવામાં તમારો સહયોગ અને સમર્થન અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

મિત્રો, તમારામાંથી મોટા ભાગની કંપનીઓ ભારતમાં પહેલેથી જ મોજૂદ છે. આજે ભારતની અર્થવ્યવસ્થામાં વ્યાપક રૂપે સુધારાઓ (રીફોર્મ્સ) કરવામાં આવી રહ્યા છે, કમ્પ્લાયન્સિસને ઘટાડીને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં અમે GST સુધારાઓની જાહેરાત કરી છે. તેનાથી આપણા મિડલ ક્લાસ, MSMEsની ગ્રોથ સ્ટોરીને નવી તાકાત મળશે... અને આપ સૌ માટે પણ સંભાવનાઓ વધશે.

સાથીઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ આપણા માટે પ્રાથમિકતાનો વિષય છે. અમે નેક્સ્ટ જનરેશન ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરી રહ્યા છીએ. 2030 સુધીમાં, 500 ગીગા વોટના રિન્યૂએબલ એનર્જીના લક્ષ્ય તરફ આપણે ઝડપથી આગળ વધી રહ્યા છીએ. મને જણાવતાં ખુશી થાય છે કે અમે ન્યુક્લિયર પાવર સેક્ટરને પ્રાઈવેટ સેક્ટર માટે ખોલી રહ્યા છીએ. અને આ બધાંથી ભારત-યુકે સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ જવાના અવસર બન્યા છે. હું તમને ભારતની આ વિકાસ યાત્રામાં સામેલ થવા માટે આમંત્રિત કરું છું.

મારો વિચાર છે કે શું ભારત અને યુકેના વ્યાપાર અગ્રણીઓ મળીને કેટલાક એવા સેક્ટર પસંદ કરી શકે છે, જ્યાં આપણે સંયુક્ત રીતે દુનિયામાં નંબર વન બની શકીએ? પછી ભલે તે FinTech હોય, ગ્રીન હાઇડ્રોજન હોય, સેમિકન્ડક્ટર્સ હોય કે સ્ટાર્ટ-અપ્સ હોય. અને અન્ય ઘણા ક્ષેત્રો હોઈ શકે છે.

ચાલો ભારત અને યુકે સાથે મળીને વૈશ્વિક બેન્ચમાર્ક્સ સ્થાપિત કરીએ! (Let India and the UK set Global Benchmarks together!)

ફરી એકવાર, તમારો કીંમતી સમય કાઢીને અહીં આવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

SM/DK/GP/JD


(Release ID: 2176879) Visitor Counter : 16