ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિ પર એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી


ગૃહમંત્રીએ આતંકવાદ મુક્ત જમ્મુ અને કાશ્મીરના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મોદી સરકારની અતૂટ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

સુરક્ષા એજન્સીઓના સંકલિત પ્રયાસોને કારણે, દેશના દુશ્મનો દ્વારા પોષાયેલા આતંકવાદી નેટવર્કને જમ્મુ અને કાશ્મીરમાં લગભગ ખતમ કરી દેવામાં આવ્યું છે

ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આપણા સુરક્ષા દળોને પ્રદેશમાં શાંતિ અને સુરક્ષાને જોખમમાં નાખવાના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે

શ્રી અમિત શાહે પહલગામ આતંકવાદી હુમલા બાદ સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા લેવામાં આવેલા પગલાંની પ્રશંસા કરી, જેણે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિદૃશ્યને મજબૂત બનાવવામાં મદદ કરી છે

ગૃહમંત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને નાબૂદ કરવામાં તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા સતર્ક અને સંકલિત કાર્યની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે શિયાળો નજીક આવતાની સાથે, આપણા સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘૂસણખોરી માટે હિમવર્ષાનો લાભ લેતા અટકાવવા માટે સંપૂર્ણપણે તૈયાર રહેવું જોઈએ

Posted On: 09 OCT 2025 5:25PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા સ્થિતિની ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના ઉપ-રાજ્યપાલ શ્રી મનોજ સિન્હા, કેન્દ્રીય ગૃહ સચિવ, ડાયરેક્ટર, ઇન્ટેલિજન્સ બ્યૂરો, થલ સેનાધ્યક્ષ, જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવ તેમજ પોલીસ મહાનિર્દેશક, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs)ના મહાનિર્દેશક તથા ભારત સરકાર, સેના અને જમ્મુ અને કાશ્મીર પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0017D3B.jpg

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે આતંકવાદ-મુક્ત જમ્મુ અને કાશ્મીરના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મોદી સરકારની અતુટ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું કે સુરક્ષા એજન્સીઓના નક્કર પ્રયાસોથી જમ્મુ-કાશ્મીરમાં દેશના દુશ્મનો દ્વારા પોષવામાં આવેલું આતંકવાદી તંત્ર લગભગ સમાપ્ત થઈ ગયું છે. ગૃહ મંત્રીએ કહ્યું કે આપણા સુરક્ષા દળોને ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષાને ખતરો પહોંચાડવાના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટેની સંપૂર્ણ સ્વતંત્રતા છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0023H25.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003P6P8.jpg

શ્રી અમિત શાહે પહલગામ આતંકી હુમલા પછી કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંની પ્રશંસા કરી, જેના પરિણામે જમ્મુ અને કાશ્મીરના સુરક્ષા પરિદૃશ્યને મજબૂત કરવામાં મદદ મળી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદના સફાયા માટે તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા સતર્ક રહીને સંકલિત રીતે કામ કરવાની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને રેખાંકિત કરી હતી. સાથે જ, તેમણે કહ્યું કે શિયાળાની ઋતુ આવી રહી છે, આતંકવાદીઓ બરફવર્ષાનો ફાયદો ઉઠાવીને ઘૂસણખોરી ન કરી શકે, તે માટે આપણા સુરક્ષા દળો દરેક રીતે તૈયાર રહે.

SM/IJ/GP/JD


(Release ID: 2176903) Visitor Counter : 11