પ્રવાસન મંત્રાલય
વડનગર, મોઢેરા અને દેવની મોરી ઉત્તર ગુજરાતના સમૃદ્ધ વારસાનું જતન કરે છે: કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર શેખાવત
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC)-ઉત્તર ગુજરાત અંતર્ગત સેમિનારમાં ગુજરાતના બૌદ્ધ સ્થળો અને તેના વૈશ્વિક પ્રવાસન જોડાણો પર ચર્ચા થઈ
ઉત્તર ગુજરાતને વૈશ્વિક પ્રવાસન નકશા પર સ્થાપિત કરતાં સેમિનારમાં કેન્દ્રીય પ્રવાસન મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતની ઉપસ્થિતિ
Posted On:
09 OCT 2025 8:08PM by PIB Ahmedabad
મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં કેન્દ્રીય પ્રવાસન મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતની અધ્યક્ષતામાં સાંસ્કૃતિક મૂળ, વૈશ્વિક જોડાણો: ગુજરાતમાં બૌદ્ધ પર્યટન ઉપર સેમિનાર યોજાયો હતો.

પુરાતત્વવિદો, ઇતિહાસકારો અને હિતધારકોને સંબોધતા મંત્રી શ્રી શેખાવતે ઉત્તર ગુજરાતને રાષ્ટ્રની મુખ્ય વારસાગત સંપત્તિ તરીકે જણાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રદેશ સમગ્ર દેશમાં ઇતિહાસ, સ્થાપત્ય અને પુરાતત્વમાં સૌથી સમૃદ્ધ છે અને હવે વૈશ્વિક પ્રવાસન નકશા પર તેનું યોગ્ય સ્થાન સુનિશ્ચિત કરવા માટે મોટા સરકારી રોકાણનું કેન્દ્ર બન્યું છે.
R4S7.jpeg)
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વિકાસ અને પુનઃસ્થાપના પ્રોજેક્ટ્સમાં રૂપિયા 8 થી રૂપિયા 10 હજાર કરોડ સુધીનું રોકાણ થઈ રહ્યું છે, જેમાં અંબાજી ખાતેના મહત્વાકાંક્ષી રૂપિયા 1600 કરોડના પુનઃસ્થાપના કાર્ય અને વડનગરમાં નોંધપાત્ર પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. તેમણે રોકાણકારોને ખાતરી આપી કે, સરકાર બૌદ્ધ સર્કિટ્સ માટે નાણાકીય અને નીતિગત સહાય પૂરી પાડવા સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે, જેથી ‘વિકસિત ભારત @2047’ના લક્ષ્યોને સાકાર કરી શકાય.
I7U9.jpeg)
મંત્રીશ્રીએ આ પ્રદેશના પ્રાચીન સ્થળોના અસાધારણ સંગમને પ્રકાશિત કર્યો. તેમણે આશરે 1100 વર્ષ જૂના મોઢેરાના સૂર્ય મંદિરનો ઉલ્લેખ કર્યો, જે કર્કવૃત્ત પર ચોક્કસ રીતે બાંધવામાં આવ્યું છે અને પ્રાચીન ખગોળ ભૌતિકશાસ્ત્રની નિપુણતા દર્શાવે છે.
મંત્રીશ્રીએ વડનગર પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું કે લગભગ ત્રણ હજાર વર્ષોથી સતત વસાહત ધરાવતું સૌથી જૂનું જીવંત શહેર છે અને જળ સંબંધિત ઇજનેરીમાં તેના અગ્રણી કાર્યની પ્રશંસા કરી. તેમણે દેવની મોરીના આધ્યાત્મિક મહત્વને પણ રેખાંકિત કર્યું, જ્યાં ભગવાન બુદ્ધના શારીરિક અવશેષો હોવાનું માનવામાં આવતી ધાતુપેટી મળી આવી હતી, અને પુષ્ટિ કરી કે સ્તૂપના પુનઃનિર્માણ માટે એક મોટી યોજના ચાલી રહી છે.
પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમારે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતને વૈશ્વિક વારસાના સ્થળ તરીકે સ્થાપિત કરવા માટે એક મોટી વિકાસ યોજનાની જાહેરાત કરવામા આવી છે. આ પ્રદેશ ઇતિહાસ, સ્થાપત્ય અને પુરાતત્વમાં સમગ્ર દેશમાં સૌથી સમૃદ્ધ પ્રદેશ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ઉત્તર ગુજરાતનાં સ્થળો વિશે સચિવશ્રીએ કહ્યું કે મોઢેરાનું સૂર્ય મંદિર, સતત જીવંત શહેર વડનગર જ્યાંના રહેવાસીઓએ જળ પ્રબંધનની અદ્યતન તકનીકો વિકસાવી હતી અને જ્યાં બુદ્ધના અવશેષોના સ્થળ દેવની મોરીના આધ્યાત્મિક મહત્વનો સમાવેશ થાય છે.
આ સેમિનારમાં ગુજરાત ટુરીઝમના એમડી શ્રી પભવ જોશી, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર જનરલ શ્રી યદુવીરસિંઘ રાવત, બુક માય શોના સીઈઓ શ્રી આશિષ હેમરાજાની અને દેશ-વિદેશથી પધારેલા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
(Release ID: 2177032)
Visitor Counter : 9