ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
નેશનલ ઈ-ગવર્નન્સ ડિવિઝન (NeGD) એ ભારત ટેક્સી સાથે હાથ મિલાવ્યા — સૌપ્રથમ પ્રકારની સહકારી-સંચાલિત, નાગરિક-કેન્દ્રિત રાષ્ટ્રીય રાઈડ-હેલિંગ પહેલ ડિસેમ્બર 2025માં શરૂ થશે
ડિજિટલ ઇન્ડિયાના સર્વસમાવેશક, ટેકનોલોજી-સક્ષમ સેવાઓના વિઝન સાથે સુસંગત સહકારી ભાવનાને આગળ વધારવા માટે સહકાર ટેક્સી સાથેની ભાગીદારી; પ્લેટફોર્મ એકીકરણ, સાયબર સુરક્ષા, ગોપનીયતા, અનુપાલન અને ગવર્નન્સને મજબૂત કરવાનો ઉદ્દેશ
સુરક્ષિત અને સીમલેસ ભારત ટેક્સી સેવા વિતરણને વધારવા માટે યુનિફાઈડ ડિજિટલ એક્સેસ માટે ડિઝીલોકર, UMANG અને API સેતુ સાથે સુરક્ષિત એકીકરણને સક્ષમ કરવા માટે સહયોગ
Posted On:
10 OCT 2025 4:47PM by PIB Ahmedabad
વૈશ્વિક રાઇડ-હેલિંગ જાયન્ટ્સની દુનિયામાં, ભારત પોતાનો માર્ગ કંડારી રહ્યું છે. જે વિશ્વાસ, સમાવેશ અને ટેકનોલોજીમાં મૂળ ધરાવે છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY), ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશનનું નેશનલ ઇ-ગવર્નન્સ ડિવિઝન (NeGD), સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ (બ્રાન્ડ નામ: ભારત ટેક્સી), જે એક અગ્રણી સહકારી-સંચાલિત રાષ્ટ્રીય રાઇડ-હેલિંગ પહેલ છે, તેની સાથે એક સલાહકારી જોડાણ કરશે.
NeGD અને સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડે પ્લેટફોર્મ એકીકરણ, સાયબર સુરક્ષા, ગોપનીયતા, અનુપાલન અને ગવર્નન્સના ક્ષેત્રોમાં વ્યૂહાત્મક સલાહકારી અને તકનીકી સહાયતા આપવાના ઉદ્દેશ્ય સાથે સમજૂતી કરાર (MoU) દ્વારા તેમના સહયોગને ઔપચારિક સ્વરૂપ આપ્યું છે.

ભારત ટેક્સીને NCDC, IFFCO, AMUL, KRIBHCO, NAFED, NABARD, NDDB અને NCEL સહિતની અગ્રણી સહકારી અને નાણાંકીય સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પ્લેટફોર્મ સહકારી ચળવળની ભાવનાને મૂર્તિમંત કરે છે જ્યારે સર્વસમાવેશક, નાગરિક-કેન્દ્રિત અને ટેકનોલોજી-સક્ષમ જાહેર સેવાઓ પ્રદાન કરવાના સરકારના મુખ્ય ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમના વિઝન સાથે એકીકૃત રીતે સુસંગત છે.
આ સહયોગ હેઠળ, NeGDએ ભારત ટેક્સી પ્લેટફોર્મને આ પ્રદાન કરવા માટે ભાગીદારી કરી છે:
- પ્લેટફોર્મ એકીકરણ અને તકનીકી આર્કિટેક્ચર: સીમલેસ ઓળખ ચકાસણી અને સેવા વિતરણને સક્ષમ કરવા માટે ડિજીલોકર, UMANG અને API સેતુ જેવા રાષ્ટ્રીય ડિજિટલ પ્લેટફોર્મ્સ સાથે ભારત ટેક્સી પ્લેટફોર્મનું એકીકરણ.
- સુરક્ષા, અનુપાલન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર: ભારત સરકારના ડેટા સુરક્ષા ધોરણો અને સાયબર સુરક્ષા માપદંડોનું પાલન સુનિશ્ચિત કરવું અને મજબૂત તકનીકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સલાહ આપવી.
- પ્રોગ્રામ એડવાઈઝરી: મોટા પાયે રાષ્ટ્રીય પ્લેટફોર્મ્સની ડિઝાઇન અને અમલીકરણમાં NeGDના સંસ્થાકીય અનુભવનો લાભ લઈને ગવર્નન્સ અને કાર્યક્રમ વ્યવસ્થાપન સહાય પૂરી પાડવી.
- UI/UX અને સુલભતા: તમામ નાગરિકો માટે યુઝર ઇન્ટરફેસ ડિઝાઇન, બહુભાષી ક્ષમતાઓ અને સર્વસમાવેશક એક્સેસ સુવિધાઓ પર સલાહકારી ઇનપુટ્સ ઓફર કરવા.
ડિસેમ્બર 2025માં ભારત ટેક્સીના આગામી લોન્ચ સાથે ભારતનું મોબિલિટી લેન્ડસ્કેપ એક મોટા પરિવર્તન માટે તૈયાર છે. આ પગલું સહકારી-સંચાલિત, પારદર્શક અને નાગરિક-કેન્દ્રિત રાઇડ-હેલિંગ પ્લેટફોર્મ સાથે મોબીલિટી ઇકોસિસ્ટમને પરિવર્તિત કરવાનો હેતુ ધરાવે છે.
આ ભાગીદારી દ્વારા, NeGD સુરક્ષિત, ઇન્ટરઓપરેબલ અને સર્વસમાવેશક ડિજિટલ જાહેર પ્લેટફોર્મ્સના નિર્માણ માટેની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે જે ભારતના ડિજિટલ ગવર્નન્સના ઉદ્દેશ્યોને આગળ ધપાવે છે અને નાગરિકોને મોટા પાયે સશક્ત બનાવે છે.
SM/DK/GP/JD
(Release ID: 2177432)
Visitor Counter : 13