સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
કોર્પોરેટ ગ્રાહકો, નિકાસકારોથી લઈ સ્થાનિક ઉદ્યોગસાહસિકો માટે ડાક વિભાગ દ્વારા વિવિધ સુવિધાઓ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
‘ડાકઘર નિર્યાત કેન્દ્ર’ બની રહ્યું છે સ્થાનિક ઉદ્યોગસાહસિકોની વૈશ્વિક બજાર સુધી પહોંચનું શક્તિશાળી માધ્યમ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
‘રાષ્ટ્રીય ડાક સપ્તાહ’નું સમાપન, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ગ્રાહકો સાથે કર્યો સંવાદ
ભારતીય ડાક વિભાગ દ્વારા અમદાવાદમાં યોજાયેલ “ગ્રાહક સંમેલન” માં ડાક સેવાઓના વિસ્તરણ અને નવીનતા પર ચર્ચા કરવામાં આવી
Posted On:
10 OCT 2025 7:47PM by PIB Ahmedabad
ડાક વિભાગ સતત નવી ટેકનોલોજી અને નવીનતાઓ દ્વારા પોતાની સેવાઓનો વિસ્તાર કરતા સમાજના દરેક વર્ગ સુધી અસરકારક રીતે પહોંચી રહ્યું છે. ગ્રાહક સેવાને પ્રાથમિકતા બનાવીને, ડાક વિભાગ આજે પરંપરાગત ડાક સેવાઓથી આગળ વધી, વ્યાપક નાણાકીય, લોજિસ્ટિક્સ અને ડિજિટલ સેવાઓ પણ ઉચ્ચ ગુણવત્તા અને કાર્યક્ષમતાથી પૂરી પાડી રહ્યું છે. ડિજિટલ યુગમાં જ્યાં મોબાઈલ, ઇમેલ અને સોશિયલ મીડિયા નો વ્યાપક ઉપયોગ થાય છે, ત્યાં પણ પત્રો અને ડાક સેવાઓનું પોતાનું વિશિષ્ટ મહત્વ અડગ રહ્યું છે. આજેય અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો ,સરકારી અને કોર્ટ સંબંધિત પત્રો, આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, મતદાર ઓળખપત્ર, પાન કાર્ડ, વિવિધ બેંકોની ચેકબુક અને એટીએમ કાર્ડ વગેરે ડાકઘર મારફતે જ મોકલવામાં આવે છે. ઉપરોક્ત વિચાર ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ‘રાષ્ટ્રીય ડાક સપ્તાહ’ના સમાપન પ્રસંગે 10 ઓક્ટોબરે ક્ષેત્રીય કચેરી, અમદાવાદ ખાતે યોજાયેલા ‘ગ્રાહક દિવસ’ નિમિત્તે આયોજિત ‘ગ્રાહક સંમેલન’ (કસ્ટમર મીટ) ને સંબોધિત કરતાં વ્યક્ત કર્યા. આ પ્રસંગે ડાક સેવાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી તેમજ વિવિધ નિકાસકારો સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી. આ પહેલ સ્થાનિક વ્યવસાયો અને ઉદ્યોગોને વૈશ્વિક બજારમાં પહોંચાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ અવસરે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ડાક વિભાગને વર્ષોથી સતત મહત્વપૂર્ણ વ્યવસાય આપતા પ્રતિષ્ઠિત ગ્રાહકો, ગાંધીનગર સ્થિત પરિવહન કચેરી, રાજસ્વ વિભાગ અને ભારતીય જીવન વીમા નિગમના પ્રતિનિધિઓ નું સન્માન કર્યું.
8GF5.jpeg)
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ કસ્ટમર મીટનો હેતુ બલ્ક ગ્રાહકોને સ્પીડ પોસ્ટ અને પાર્સલ સેવાઓમાં તાજેતરમાં શરૂ કરાયેલ નવી પહેલોની જાણકારી આપવાનો છે, જેથી ઓડીઓપી, જી.આઈ., એમએસએમઈ નિકાસકારો તથા ઈ-કોમર્સ ઉદ્યોગસાહસિકો પોતાની આવશ્યકતાઓ અનુસાર સેવાઓનો લાભ લઈ શકે. ડાક વિભાગ વિવિધ વ્યવસાય સમૂહોની જરૂરિયાતોને અનુરૂપ વિસ્તૃત અને બહુમુખી યોજનાઓ ચલાવી રહ્યું છે. તેમાં સ્પીડ પોસ્ટ, પાર્સલ, ડાકઘર નિર્યાત કેન્દ્ર, ઈ-પોસ્ટ, જ્ઞાન પોસ્ટ, બિઝનેસ પોસ્ટ, ડાયરેક્ટ પોસ્ટ, મીડિયા પોસ્ટ, રિટેલ પોસ્ટ, લોજિસ્ટિક્સ પોસ્ટ, ઈ-પેમેન્ટ, આધાર સેવાઓ, પાસપોર્ટ સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વધુમાં જણાવ્યું કે વાણિજ્યિક નિકાસને પ્રોત્સાહન આપવા અને નિકાસકારોને કેન્દ્રિત, સરળ અને અસરકારક સમાધાન ઉપલબ્ધ કરાવવા માટે ગુજરાતમાં કુલ 57 ડાકઘર નિર્યાત કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. આ ડાકઘર નિર્યાત કેન્દ્રો દ્વારા સ્થાનિક ઉત્પાદકો, ખાસ કરીને ઓડીઓપી, જી.આઈ. અને એમએસએમઈ સાથે જોડાયેલા વ્યવસાયોને વૈશ્વિક બજારમાં પહોંચ આપવામાં આવી રહી છે, જેના પરિણામે “વોકલ ફોર લોકલ” અને “આત્મનિર્ભર ભારત” જેવી પહેલોને વધુ મજબૂતી મળી રહી છે.
L6E1.jpeg)
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ડાકઘરોમાં પિકઅપ એન્ડ ઇન્ડક્શન, પાર્સલ પેકેજિંગ યુનિટ અને ક્યુઆર કોડ દ્વારા ડિજિટલ પેમેન્ટ જેવી આધુનિક સેવાઓ પણ ઉપલબ્ધ છે. આંતરરાષ્ટ્રીય ડાકના ઝડપી નિરાકરણ માટે અમદાવાદના શાહિબાગમાં વિદેશ ડાકઘર તથા સુરતમાં ઈન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર ની સ્થાપના કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય પાર્સલ બુકિંગ માટે ઓન-ધ-સ્પોટ કસ્ટમ ક્લિયરન્સ ની સુવિધા ઉપલબ્ધ છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય પાર્સલ બુકિંગ પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની ગઈ છે. વિશ્વભરમાં લગભગ 200 દેશો અને ક્ષેત્રો માટે આંતરરાષ્ટ્રીય પાર્સલ સેવા ઉપલબ્ધ છે.
સ્વાગત ઉદ્બોધન પ્રવર અધીક્ષક શ્રી પિયુષ રજક દ્વારા અને આભાર વિધિ પ્રવર અધીક્ષક શ્રી ચિરાગ મહેતા દ્વારા કરવામાં આવી. કાર્યક્રમનું સંચાલન શ્રી ચિરાયુ વ્યાસે કર્યું. માર્કેટિંગ એક્ઝિક્યુટિવ શ્રી દિપલ મહેતાએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ડાક સેવાઓ અંગે વિગતવાર માહિતી આપી.
આ પ્રસંગે પ્રવર અધિક્ષક રેલ ડાક સેવા, અમદાવાદ શ્રી પિયુષ રજક, પ્રવર અધીક્ષક અમદાવાદ શ્રી ચિરાગ મહેતા, સિનિયર પોસ્ટમાસ્ટર અમદાવાદ જીપીઓ શ્રી અલ્પેશ આર. શાહ, આસિસ્ટન્ટ જનરલ મેનેજર આઇપીપીબી શ્રી રણવીર સિંહ, ચીફ મેનેજર શ્રી અભિજીત જિભકાટે, સહાયક નિદેશક શ્રી વી.એમ. વહોરા, શ્રી એમ.એમ. શેખ, શ્રી રિતુલ ગાંધી, સહાયક અધીક્ષક સુશ્રી પ્રેયલ શાહ, શ્રી જીનેશ પટેલ, શ્રી રમેશ પટેલ, શ્રી રોનક શાહ, શ્રી ભાવિન પ્રજાપતિ, નિરીક્ષક શ્રી યથાર્થ દુબે, શ્રી યોગેન્દ્ર રાઠોડ, માર્કેટિંગ એક્ઝિક્યુટિવ શ્રી દિપલ મહેતા અને શ્રી ચિરાયુ વ્યાસ સહિત અનેક અધિકારીઓ તથા વિવિધ કોર્પોરેટ સંસ્થાઓ અને વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.
(Release ID: 2177572)
Visitor Counter : 10