રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિ ગુજરાતમાં; સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરી; ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લીધી અને સ્થાનિક આદિવાસી લોકો સાથે વાર્તાલાપ કર્યો
Posted On:
10 OCT 2025 9:33PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુ, આજે (10 ઓક્ટોબર, 2025) ગુજરાતમાં છે.

રાષ્ટ્રપતિએ સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા સાથે પોતાના કાર્યક્રમોની શરૂઆત કરી હતી. રાષ્ટ્રપતિએ મંદિર નજીક સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી.

બાદમાં, રાષ્ટ્રપતિએ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લીધી અને સાસણ ગીર ખાતે સ્થાનિક આદિવાસી લોકો સાથે વાર્તાલાપ કર્યો હતો.

વાતચીત દરમિયાન, રાષ્ટ્રપતિએ કહ્યું કે આદિવાસી લોકો પાસે જીવનમાં પ્રગતિ માટે ઘણા રસ્તાઓ છે. તેમણે કહ્યું કે તેઓ તેમના બાળકોને શ્રેષ્ઠ શક્ય શિક્ષણ પૂરું પાડવા માટે પ્રયત્નશીલ રહે. સિદ્દી આદિવાસી સમુદાય, એક આદિમ આદિવાસી જૂથ, નો સાક્ષરતા દર 72 ટકાથી વધુ છે તે જાણીને તેઓને આનંદ થયો હતો.

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ભારત સરકારે આદિવાસી લોકોના કલ્યાણ માટે વિવિધ પહેલ શરૂ કરી છે. તેમણે બધાને વિકાસલક્ષી અને કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવવા અને તેનો લાભ લેવા ઉપરાંત તેમના ગામ અને સમુદાયના લોકોને તે યોજનાઓ સાથે જોડવા માટે પણ વિનંતી કરી હતી.
રાષ્ટ્રપતિએ કહ્યું કે આદિવાસી સમુદાયની પ્રકૃતિ-મૈત્રીપૂર્ણ જીવનશૈલી બધા માટે પ્રેરણાનો સ્ત્રોત છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા આદિવાસી ભાઈ-બહેનોની સક્રિય ભાગીદારીથી, આપણે એવા સમાજ અને દેશનું નિર્માણ કરવા માટે કામ કરી રહ્યા છીએ જ્યાં સમાનતા, ન્યાય અને આદરનું વાતાવરણ હોય, જ્યાં આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરાઓ સચવાય અને આપણા આદિવાસી ભાઈ-બહેનોના અધિકારોનું રક્ષણ થાય. 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે આ મહત્વપૂર્ણ છે.
SM/IJ/GP/JD
(Release ID: 2177643)
Visitor Counter : 65