જળશક્તિ મંત્રાલય
azadi ka amrit mahotsav

દિલ્હીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ ધન ધાન્ય કૃષિ યોજના' અને કઠોળ આત્મનિર્ભરતા મિશન’ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો


ક્રૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરત ખાતે 'પીએમ ધન ધાન્ય કૃષિ યોજના' અને કઠોળ આત્મનિર્ભરતા મિશન’નો કાર્યક્રમ કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાયો

Posted On: 11 OCT 2025 4:43PM by PIB Ahmedabad

'GST બચત ઉત્સવ'ના અવસરે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે રૂ.42 હજાર કરોડથી વધુની ખેડૂતલક્ષી 'પીએમ ધન ધાન્ય કૃષિ યોજના' અને કઠોળ આત્મનિર્ભરતા મિશનનો દિલ્હીથી વર્ચ્યુઅલી ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. પ્રસંગે વેસુ સ્થિત ક્રૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.             

'પીએમ ધન ધાન્ય કૃષિ યોજના' અને 'કઠોળ આત્મનિર્ભરતા મિશન'ના ઉદ્ઘાટન કાર્યક્રમનું જીવંત પ્રસારણ હાજર સૌએ નિહાળ્યું હતું.

પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ કૃષિ ઉત્કર્ષના માર્ગે ભારત આગળ વધી રહ્યું છે એમ જણાવતા કહ્યું હતું કે, 'ભારત કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખાય છે.'સરકારે ખેડુતોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે ત્યારે આજે વધુ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. તેઓએ ગર્વપૂર્વક કહ્યું હતું કે, હું પણ એક ખેડૂત છું, અને ખેતી માત્ર વ્યવસાય નથી, પરંતુ જીવનમૂલ્ય છે. ખેતીમાં મહેનત છે, પરંતુ તેની તુલનામાં નોકરી કરતા પણ વધુ સંતોષ મળે છે.

વધુમાં તેમણે કહ્યું કે, ખેતીનું ગૌરવ અને સમાજમાં તેની મૂલ્યવત્તા આપણા વડીલો સારી રીતે જાણે છે. ખેતીએ પ્રોપર્ટીથી પણ વધુ મૂલ્યવાન છે. જ્યાં બહેનોનો સહકાર મળ્યો છે ત્યાં ખેતી અને પશુપાલનમાં ઉન્નતિ અને ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે, એમ જણાવતાં મંત્રીએ કહ્યું કે, બહેનોએ પશુપાલન ક્ષેત્રે અનોખું ગૌરવ અપાવ્યું છે.

તેમણે જણાવ્યુ હતું કે, PM કિસા સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા વાર્ષિક હજારની સીધી સહાય જમા થાય છે. ઉપરાંત ખેતીપાકનો યોગ્ય ભાવ મળે તે માટે સરકારે સીધી ખરીદી કરવાની યોજના અમલમાં મૂકી છે. ખેત ઉત્પાદન, ખાતર સબસિડી અને પ્રાકૃતિક ખેતીને વધુ ફાયદાકારક બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ખાતરની ખરીદીમાં સરકાર સબસિડીના રૂપે સીધી રાહત આપે છે.

રાસાયણિક ખાતર જમીન તેમજ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેથી તેના વિકલ્પ તરફ જવું આજના સમયની માંગ છે. પ્રાકૃતિક ખેતીથી મળતા ઉત્પાદનોને બજારમાં વધુ ભાવ મળે છે. ઉપરાંત દેશમાં ૩૩ રાજ્યોના ૬૧૧ જિલ્લાઓમાં ૩૨ લાખથી વધુ જળ સંચયના સ્ટ્રકચરો બન્યા છે.

પીએમ ધન-ધાન્ય કૃષિ યોજનાથી લાભ ખેડૂતોની આવક વધારવા માટે 100 ઓછી ઉત્પાદકતાવાળા જિલ્લાઓનો સર્વાંગી વિકાસ, દરેક ખેતર થશે સિંચિત, દરેક પાક થશે વિવિધ-ખેડૂતો સુધી પહોંચશે સરળ લોન અને સંગ્રહ સુવિધાઓ, તમામ યોજનાઓના એકસાથે જોડાણ થવાથી ખેડૂતોને સીધો લાભ મળશે.

કઠોળ આત્મનિર્ભરતા મિશનથી ખેડૂતોને અદ્યતન બિયારણની ઉપલબ્ધતાથી દેશ બનશે દાળ ઉત્પાદનમાં આત્મનિર્ભર. કેન્દ્રીય એજન્સી દ્વારા નોંધાયેલા ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે (એમએસપી) ખરીદી. ઉપરાંત સંગ્રહ અને વ્યવસ્થાપન પ્રણાલીની સુધરતા, ખેડૂતોને મળશે પાકનો પૂરો ભાવ અને લાભો મળશે.

નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરેલ ઓર્ગેનિક ન્યૂટ્રિયન્ટ (નોવેલ)ની બોટલ ખેડૂતોને નિઃશુલ્ક એનાયત કરવામાં આવી હતી

KVKના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.જે.એચ. રાઠોડ, જિલ્લા ખેતી અધિકારી એસ.બી.ગામીત, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા એન.જી.ગામીત, ઓલપાડ ચોર્યાસી તાલુકાના ખરીદ સંઘના પ્રમુખ જયેશભાઈ પટેલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ, શહેર સંગઠન અધ્યક્ષ પરેશભાઈ પટેલ, KVKના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.


(Release ID: 2177809) Visitor Counter : 18