સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતીય ડાક વિભાગ દ્વારા ‘તમારા રોલ મોડલને એક પત્ર’ વિષય પર રાષ્ટ્રીય સ્તરની ‘ઢાઈ આખર’ પત્રલેખન સ્પર્ધાનું આયોજન


‘ઢાઈ આખર’ પત્રલેખન સ્પર્ધામાં કોઈપણ વયના લોકો ભાગ લઈ શકે છે, વિજેતાઓને રૂપિયા 5 હજારથી 50 હજાર સુધીનું પુરસ્કાર – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

‘ઢાઈ આખર’ પત્રલેખન સ્પર્ધા દ્વારા યુવાનોમાં સર્જનાત્મકતા, મૌલિકતા અને આત્મઅભિવ્યક્તિને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

Posted On: 16 OCT 2025 1:14PM by PIB Ahmedabad

ભારતીય ડાક વિભાગ દ્વારા લોકોને પત્રલેખન માટે પ્રોત્સાહિત કરવા હેતુથી રાષ્ટ્રીય સ્તરની પત્રલેખન સ્પર્ધા ‘ઢાઈ આખર’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલ માત્ર લેખન કૌશલ્યને ઉન્નત કરવાની તક પૂરું પાડતી નથી, પરંતુ લોકોને તેમની લાગણીઓને શક્તિશાળી શબ્દોમાં વ્યક્ત કરવા માટે એક મંચ પણ પૂરું પાડે છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ સ્પર્ધામાં ‘તમારા રોલ મોડલને એક પત્ર’ વિષય પર ભાગ લેનારાઓએ પોતાના વિચારો વ્યક્ત કરતો એક પત્ર લખવાનો રહેશે, જે ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત પરિમંડળ, અમદાવાદ-380001ને સંબોધિત કરવાનો રહેશે. આ સ્પર્ધામાં પસંદ થયેલ પત્રને રૂપિયા પાંચ હજારથી પચાસ હજાર સુધીનું ઇનામ મળશે. આ માટે વિવિધ શાળા-કૉલેજો ડાક વિભાગ સાથે મળીને પોતાને ત્યાં આયોજન કરી શકે છે. સ્પર્ધાની છેલ્લી તારીખ 8 ડિસેમ્બર, 2025 છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ ‘ઢાઈ આખર’ પત્રલેખન સ્પર્ધામાં કોઈપણ વયના લોકો ભાગ લઈ શકે છે. પ્રથમ વર્ગ 18 વર્ષ સુધીના અને બીજો વર્ગ 18 વર્ષથી વધુ વયના ભાગ લેનારાઓ માટે રહેશે. પત્ર ફક્ત ડાક વિભાગ દ્વારા જારી કરાયેલા આંતરદેશીય પત્ર અથવા કવર પર જ સ્વીકાર્ય રહેશે, જેમાં અનુક્રમે 500 અને 1000 શબ્દોમાં અંગ્રેજી, હિન્દી અથવા સ્થાનિક ભાષામાં હાથેથી લખાયેલ પત્ર મોકલી શકાય છે. પત્રમાં પોતાનું પૂરું નામ, સરનામું, જન્મતારીખ, મોબાઇલ નંબર અને શાળાનું નામ લખીને સંબંધિત પરિમંડળના ચીફ પોસ્ટમાસ્ટર જનરલના સરનામે 8 ડિસેમ્બર, 2025 સુધી મોકલવાનો રહેશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે સ્પર્ધાના વિજેતાઓને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ ચાર શ્રેણીઓમાં ત્રણ-ત્રણ પુરસ્કારો આપવામાં આવશે. પરિમંડળીય (રાજ્ય) સ્તરે પસંદ થયેલા શ્રેષ્ઠ પત્રોને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે રૂપિયા 25 હજાર, 10 હજાર અને 5 હજારનું પુરસ્કાર આપવામાં આવશે. રાષ્ટ્રીય સ્તરે પસંદ થયેલા શ્રેષ્ઠ પત્રોને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે રૂપિયા 50 હજાર, 25 હજાર અને 10 હજારનું પુરસ્કાર આપવામાં આવશે. આ રીતે દેશભરમાં કુલ રૂપિયા 40 લાખ 20 હજારના પુરસ્કારો વિજેતાઓને આપવામાં આવશે. આ સંબંધમાં વધુ માહિતી માટે વિવિધ મંડળોના અધિક્ષકો તથા હેડ પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્ટરનો સંપર્ક કરી શકાય છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે વર્તમાન ડિજિટલ યુગમાં જ્યાં સંવાદના સાધનો ઝડપી અને તાત્કાલિક બની ગયા છે, ત્યાં પણ પત્રલેખનની કલા તેની આત્મિયતા અને સંવેદનશીલતાના કારણે આજે પણ એટલી જ પ્રાસંગિક છે. પત્ર માત્ર શબ્દોના આદાન-પ્રદાનનું માધ્યમ નથી, પરંતુ લાગણીઓ, સ્મૃતિઓ અને માનવીય સંબંધોની ઊંડાણ વ્યક્ત કરવાની એક સુંદર રીત છે. ‘ઢાઈ આખર’ એક રાષ્ટ્રીય સ્તરની પહેલ છે, જેનો હેતુ યુવાનોમાં સર્જનાત્મકતા, મૌલિકતા અને આત્મઅભિવ્યક્તિને પ્રોત્સાહિત કરીને તેમને ફરીથી ડાક અને ફિલેટલી સાથે જોડવાનો છે. આ અભિયાન સામાન્ય જનતાને તેમના લેખનકૌશલ્ય અને પ્રતિભા પ્રદર્શિત કરવાની તક પૂરું પાડે છે. ‘ઢાઈ આખર’ અભિયાન શબ્દોના માધ્યમથી દિલોને જોડવાનો એક પ્રયાસ છે — આ માત્ર પત્રલેખન કલાનો ઉત્સવ નથી, પરંતુ લાગણીઓને જીવંત બનાવવાની અને વિચારોને સાકાર સ્વરૂપ આપવાની એક સુંદર તક પણ છે.

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2179799) Visitor Counter : 21
Read this release in: English