રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિ 21થી 24 ઓક્ટોબર દરમિયાન કેરળની મુલાકાત લેશે
प्रविष्टि तिथि:
20 OCT 2025 4:42PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 21થી 24 ઓક્ટોબર, 2025 દરમિયાન કેરળની મુલાકાત લેશે.
રાષ્ટ્રપતિ 21 ઓક્ટોબરે સાંજે તિરુવનંતપુરમ પહોંચશે.
22 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ સબરીમાલા મંદિરમાં દર્શન અને આરતી કરશે.
23 ઓક્ટોબરે, રાષ્ટ્રપતિ રાજભવન, તિરુવનંતપુરમ ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી કે આર નારાયણનની પ્રતિમાનું અનાવરણ કરશે. બાદમાં, તેઓ શિવગીરી મઠ, વર્કલા ખાતે શ્રી નારાયણ ગુરુની મહાસમાધિ શતાબ્દી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે. તેઓ સેન્ટ થોમસ કોલેજ, પલાઈના પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીના સમાપન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે.
24 ઓક્ટોબરના રોજ, રાષ્ટ્રપતિ એર્નાકુલમમાં સેન્ટ ટેરેસા કોલેજના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે.
SM/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2181026)
आगंतुक पटल : 42