ગૃહ મંત્રાલય
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા પોલીસ સ્મૃતિ દિવસ પર પોલીસ શહીદોને શ્રદ્ધાંજલિ
प्रविष्टि तिथि:
21 OCT 2025 6:21PM by PIB Ahmedabad
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) ના સ્કૂલ ઑફ ઇન્ટરનલ સિક્યોરિટી એન્ડ સ્માર્ટ પોલિસિંગ (એસઆઈએસએસપી) દ્વારા 21 ઓક્ટોબર, 2025 ના રોજ પોલીસ સ્મૃતિ દિવસ આયોજવામાં આવ્યો હતો. જેમાં ફરજ દરમિયાન પોતાના પ્રાણનું બલિદાન આપનાર બહાદુર પોલીસ કર્મચારીઓને યાદ કરવામાં આવ્યા હતા.

આ સંભારણા દિનનું નેતૃત્વ માનનીય કુલપતિ, પ્રોફેસર (ડૉ.) બિમલ એન. પટેલે કર્યું હતું, જેમણે પોલીસ શહીદોની વીરતાને ગંભીરતાપૂર્વક સ્વીકારીને અને ફરજ દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપનાર બહાદુર પોલીસ કર્મીઓના નામોનો ઉલ્લેખ કરીને કાર્યવાહીની શરૂઆત કરી, અને તેમના બલિદાન પ્રત્યે યુનિવર્સિટીના ઊંડા આદરને વ્યાખ્યાયિત કર્યો હતો. કુલપતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ, પ્રોફેસર પટેલ અને યુનિવર્સિટીના અન્ય મહાનુભાવોએ વીર સપૂતો દ્વારા કરાયેલા બલિદાનો માટે હૃદયપૂર્વક કૃતજ્ઞતા અને શ્રદ્ધા વ્યક્ત કરી.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિનો સિલસિલો આગળ વધાવ્યો આવ્યો હતો અને આ નાયકો દ્વારા કરાયેલા સર્વોચ્ચ બલિદાનને માર્મિક રીતે સ્વીકારયો હતો. યુનિવર્સિટીના નેતૃત્વ બાદ, આરઆરયુના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ આપી. યુનિવર્સીટી દ્વારા અર્પિત આ શ્રદ્ધાંજલિ એ શહીદોની નિઃસ્વાર્થ વીરતામાંથી મેળવેલા સામૂહિક સન્માન, કૃતજ્ઞતા અને પ્રેરણાને મૂર્તિમંત કરી.
દિવસની કાર્યવાહી શ્રદ્ધા, સન્માન અને કૃતજ્ઞતાથી ભરપૂર રહી હતી, જે એ વાતને સાબિતી આપે છે કે શહીદોનું બલિદાન રાષ્ટ્રની સામૂહિક સ્મૃતિમાં અંકિત છે. આ સ્મૃતિ સમારોહે શહીદોના બલિદાન અને ભારતમાં કાયદાના અમલીકરણના ભવિષ્ય વચ્ચેના સ્થાયી જોડાણને રેખાંકિત કર્યું હતું. સ્કૂલ ઑફ ઇન્ટરનલ સિક્યોરિટી એન્ડ સ્માર્ટ પોલિસિંગ ભવિષ્યના કાયદા અમલીકરણના આગેવાનો માટે એવું વાતાવરણ ઊભું કરવા માટે સમર્પિત છે, જ્યાં તેઓ વીર સપૂતોના ભૂતકાળના બલિદાનોમાંથી શીખી શકે છે.
(रिलीज़ आईडी: 2181311)
आगंतुक पटल : 64