યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ પાલિતાણાના હણોલમાં ગ્રામજનો સાથે સાયકલ ચલાવી

Posted On: 22 OCT 2025 5:50PM by PIB Ahmedabad

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના હણોલમાં ગ્રામજનો સાથે સાયકલ ચલાવી હતી.

દિવાળીના પર્વમાં પોતાનાં વતન હણોલ આવેલા કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ગ્રામજનો સાથે મળીને 'Fight Obesity' (સ્થૂળતા સામે લડત)નાં સંદેશ સાથે સાયકલ ચલાવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને ભાગ લીધો હતો.

સંડે ઓન સાયકલ અંતર્ગત કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા સમગ્ર દેશમાં અનેક સ્થળોએ ફીટ ઇન્ડિયા ની સાથે 'Fight Obesity' (સ્થૂળતા સામે લડત)નો સંદેશ આપી રહ્યા છે.

ડૉ. માંડવિયા એ દિવાળીના તહેવારોમાં હણોલ ખાતે આવેલા ગ્રામજનો જોડતા ખૂબ જ ઉર્જાવાન વાતાવરણ જોવા મળ્યું હતું અને સ્થાનિક લોકોએ ઠેર ઠેર મંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


(Release ID: 2181582) Visitor Counter : 10