પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ લોકોને ગુરુ ચરણ યાત્રા સાથે જોડાવા અને પવિત્ર ‘જોરે સાહિબ’ના દર્શન કરવા વિનંતી કરી

Posted On: 22 OCT 2025 6:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુરુ ચરણ યાત્રા નિમિત્તે તેમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી, શ્રી ગુરુ ગોવિંદ સિંહજી અને માતા સાહિબ કૌરજીના કાલાતીત ઉપદેશો અને આધ્યાત્મિક વારસાને યાદ કર્યો હતો.

તેમણે નાગરિકોને, ખાસ કરીને યાત્રા માર્ગ પર રહેતા લોકોને, આ આધ્યાત્મિક યાત્રામાં ભાગ લેવા અને પવિત્ર ‘જોરે સાહિબ’ના દર્શન કરવા વિનંતી કરી.

કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ X પર મૂકેલી પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ કહ્યું:

“ગુરુ ચરણ યાત્રા શ્રી ગુરુ ગોવિંદ સિંહજી અને માતા સાહિબ કૌરજીના ઉમદા આદર્શો સાથે આપણા જોડાણને વધુ ગાઢ બનાવે. હું આ યાત્રા જે વિસ્તારોમાં આવરી લેશે ત્યાંના લોકોને પવિત્ર ‘જોરે સાહિબ’ના દર્શન કરવા વિનંતી કરું છું.”

 

मेरी कामना है कि गुरु चरन यात्रा के साथ श्री गुरु गोबिंद सिंह जी और माता साहिब कौर जी के महान आदर्शों से हमारा जुड़ाव और गहरा हो। यह यात्रा जहां-जहां से गुजरेगी, वहां के लोगों से मेरा आग्रह है कि वे पवित्र 'जोड़े साहिब' के दर्शन करने अवश्य आएं।”

 

ਕਾਮਨਾ ਹੈ ਕਿ ਗੁਰੂ ਚਰਨ ਯਾਤਰਾ ਸ੍ਰੀ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ਜੀ ਅਤੇ ਮਾਤਾ ਸਾਹਿਬ ਕੌਰ ਜੀ ਦੇ ਮਹਾਨ ਆਦਰਸ਼ਾਂ ਨਾਲ ਸਾਡਾ ਨਾਤਾ ਹੋਰ ਡੂੰਘਾ ਕਰੇ। ਜਿੱਥੋਂ ਇਹ ਯਾਤਰਾ ਗੁਜ਼ਰੇਗੀ, ਮੈਂ ਉਨ੍ਹਾਂ ਖੇਤਰਾਂ ਦੇ ਲੋਕਾਂ ਨੂੰ ਅਪੀਲ ਕਰਾਂਗਾ ਕਿ ਉਹ ਪਵਿੱਤਰ 'ਜੋੜੇ ਸਾਹਿਬ' ਦੇ ਦਰਸ਼ਨ ਕਰਨ।

 

SM/NP/GP/JD


(Release ID: 2181662) Visitor Counter : 6