કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય
17મો રોજગાર મેળો વડોદરા સહિત દેશભરના 40 સ્થળોએ 24 ઓક્ટોબર, 2025ના રોજ યોજાશે
51000થી વધુ પસંદગી પામેલા ઉમેદવારોને નિયુક્તિ પત્રો એનાયત કરાશે
Posted On:
23 OCT 2025 5:55PM by PIB Ahmedabad
વડોદરામાં ટપાલ તાલીમ કેન્દ્ર, હરણી રોડ, વડોદરા ખાતે આયોજિત રોજગાર મેળામાં ભારત સરકારના સંચાર અને પૂર્વોત્તર વિસ્તાર વિકાસ મંત્રી માનનીય શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ઉપસ્થિત રહેશે.
જેમાં 51.000થી વધુ પસંદગી પામેલા યુવાઓને નિયુક્તિ પત્રો 24 ઓકટોબર, 2025ના રોજ સવારે 11:00 વાગ્યે આપવામાં આવશે. ભારતના યુવાનોએ ટેકનોલોજી, શિક્ષણ, રમતગમત, રક્ષણ, કુશળતા વિકાસ વગેરે જેવા અનેક ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા વિશ્વ સમક્ષ રજૂ કરી છે. રાષ્ટ્રીય વિકાસમાં યુવાનોની શક્તિશાળી ભૂમિકા ઓળખી, માનનીય પ્રધાનમંત્રીશ્રીએ 22 ઓક્ટોબર 2022ના રોજ રોજગાર મેળા શ્રેણીની શરૂઆત કરી હતી.
આ રોજગાર મેળામાં દેશભરના નવીન પસંદગી ધરાવતા ઉમેદવારો વિવિધ મંત્રાલયો /વિભાગો / સંગઠનોમાં કેન્દ્ર સરકારની સેવાઓમાં જોડાશે. કેટલાક મુખ્ય મંત્રાલયો /વિભાગો / સંગઠનો નીચે મુજબ છે:
i. ટપાલ વિભાગ - બ્રાંચ પોસ્ટમાસ્ટર, સહાયક બ્રાંચ પોસ્ટમાસ્ટર ડાક સેવક, પોસ્ટલ સહાયક, સોર્ટિંગ સહાયક
ii. રેલ મંત્રાલય - સ્ટેશન માસ્ટર, કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક (CCTC), અકાઉન્ટ્સ ક્લાર્ક, સહાયક મેનેજર (સિવિલ), કનિષ્ઠ ઇજનેર, ટેક્નિશિયન, ફાર્માસિસ્ટ
iii. ગૃહ મંત્રાલય - કોન્સ્ટેબલ (GD). હેડ કોન્સ્ટેબલ (GD) સબ-ઇન્સન્સ્પેક્ટર (GD) (કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં). સહાયક કમાન્ડન્ટ (GD), મેડિકલ ઓફિસર (AC), વરિષ્ઠ મેડિકલ ઓફિસર (DC).
iv. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય-નર્સિંગ ઓફિસર, સહાયક પ્રોફેસર, વરિષ્ઠ રેસિડન્ટ ડૉક્ટર, કનિષ્ઠ રેસિડન્ટ ડૉક્ટર, હોસ્ટેલ વોર્ડન, લેબ અટેન્ડન્ટ, હોસ્પિટલ અટેન્ડન્ટ
v. ઉચ્ચ શિક્ષણ વિભાગ- પ્રોફેસર, સહ-પ્રોફેસર, સહાયક પ્રોફેસર, રજિસ્ટ્રાર, ઉપ-રજિસ્ટ્રાર, સહાયક રજિસ્ટ્રાર, લાઇબ્રેરિયન અને અન્ય બિન-શૈક્ષણિક પદો.
vi વિત્તીય સેવાઓ વિભાગ પ્રોબેશનરી ઓફિસર જુનિયર એસોસિયેટ
vii. કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમો (CPSES):
3) પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (PGCIL) - ઓફિસર ટ્રેઇની, જુનિયર ઓફિસર ટ્રેઇની, ડિપ્લોમા ટ્રેઇની
b) હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) - સિનિયર ઓફિસર, જુનિયર એકિઝક્યુટિવ, લીગલ ઓફિસર, મેનેજમેન્ટ ટ્રેઇની, સહાયક મેનેજર, મેનેજર, R&D ઓફિસર.
c) કોલ ઈન્ડિયા લિમિટેડ (CILL) - જનરલ સહાયક
d) ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (GAIL) - સિનિયર ઇજનેર, સિનિયર ઓફિસર, ચીફ મેનેજર, બિઝનેસ સહાયક, જુનિયર અકાઉન્ટન્ટ, અકાઉન્ટ્સ સહાયક
e) ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) - ભૂગર્ભશાસ્ત્રી, ભૂભૌતિકશાસ્ત્રી, સહાયક કાર્યકારી ઇજનેર, ફાયર ઓફિસર
નવા નિમણૂકધારકોને 'કર્મયોગી પ્રારંભ' નામના ઓનલાઈન મોડયુલ દ્વારા તાલીમ મેળવવાની તક પણ આપવામાં આવી રહી છે, જે IGOT કર્મયોગી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
અહીં 3600થી વધુ ઈ-લર્નિંગ કોર્સિસ ક્યાંય પણ, કોઈ પણ ઉપકરણ પર શીખવા માટે ઉપલબ્ધ છે. આ નવી નિમણૂકધારકોને મજબૂત પાયાની તાલીમ આપશે.
નવા નિમણુકધારકો પોતાની સેવાઓ/પદો પર જોડાઈને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગ લેશે અને નાગરિક સેવાઓમાં સુધારો, સેવા વિતરણની ગુણવત્તા, ઔદ્યોગિક, આર્થિક અને સામાજિક માળખાને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમની નવીન વિચારશક્તિ, કુશળતા અને શાસનમાં ભાગીદારીથી વિકસિત ભારતના વિકાસને ગતિ મળશે.
(Release ID: 2181913)
Visitor Counter : 120