પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના કુરનૂલ જિલ્લામાં અકસ્માતમાં થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રીએ પીએમએનઆરએફમાંથી આર્થિક સહાયની જાહેરાત કરી

Posted On: 24 OCT 2025 9:02AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના કુરનૂલ જિલ્લામાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. તેમણે મૃતકોના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી ₹2 લાખ અને ઘાયલોને ₹50,00 ની સહાયની જાહેરાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)ના હેન્ડલ પરથી X પર એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે:

"આંધ્રપ્રદેશના કુરનૂલ જિલ્લામાં થયેલા અકસ્માતમાં થયેલા જાનમાલના નુકસાનથી ખૂબ દુઃખ થયું છે. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારો સાથે છે. ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે હું પ્રાર્થના કરું છું.

દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી ₹2 લાખની સહાય મળશે. ઘાયલોને ₹50,000 મળશે: PM@narendramodi"

“ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం చాలా బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు మరియు వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ , గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా పిఎంఎన్ఆర్ఎఫ్ నుండి ఇవ్వబడుతుంది: PM @narendramodi"

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2182017) Visitor Counter : 15